સુરતથી વારાણસી, લખનૌની સીધી ફ્લાઈટ માટે સાંસદના દરબારમાં ગુહાર
ઉત્તર ભારતીય સભા દ્વારા સુરતથી વારાણસી અને લખનૌની સીધી ફ્લાઈટ શરૂ કરવાની માંગ સાથે છેલ્લા કેટલાય સમયથી એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ઉત્તર ભારતીય સભાએ અગાઉ સુરત કલેક્ટર, સુરત એરપોર્ટ ડિરેક્ટર અને તમામ વિમાન સેવા કંપનીઓના સ્ટેશન મેનેજરોને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
હવે ઉત્તર ભારતીય સભાએ સુરતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશના દરબારમાં આ મુદ્દે ગુહાર લગાવી છે. ઉત્તર ભારતીય સભા સુરતના પ્રમુખ ઉમાશંકર મિશ્રા અને કાર્યકારી પ્રમુખ શાન ખાનની આગેવાનીમાં દર્શના જરદોશને એક આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યામાં આવ્યું છે કે સુરત અને દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા 20 લાખ ઉત્તર ભારતીયો માટે સુરતથી યુપીના કોઈપણ એરપોર્ટ સુધી એકપણ સીધી ફ્લાઈટ નથી.
સુરતથી વારાણસી, લખનૌ જવા માટે વાયા ફ્લાઇટમાં 5 થી 15 કલાકનો સમય લાગે છે, ગામમાં કોઈ દુ:ખદ પ્રસંગ થાય છે તો લોકોને અંતિમ દર્શન પણ નસીબ થતું નથી જે ખૂબ જ કમનસીબની બાબત છે, તેથી અમે સુરતથી વારાણસી, લખનૌની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની માંગ કરીએ છીએ.