સુરત
કામરેજ ગ્રીષ્મા હત્યા કેસમાં કથિત પ્રેમીના 3 દિવસના રિમાન્ડ મંજૂર
કામરેજ પોલીસે ફેનીલ ગાેયાણીના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા
પાસાેદરા ખાતે બનેલા ગ્રીષ્મા હત્યા કેસમાં કથિત પ્રેમીને આજે કામરેજ પોલીસ દ્વારા રિમાન્ડ માટે કઠાેરની કાેર્ટમાં હાજર રજૂ કરવામાં આવ્યાે હતાે. કામરેજ પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જાે કે કાેર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસાેદરા ખાતે કથિત પ્રેમી ફેનીલ ગાેયાણી દ્વારા એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયાના ગળા ઉપર ચપ્પુ ફેરવી દઈ હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ તેણે પણ ઝેરી દવા પી પાેતે હાથની નશ કાપવાની કાેશિષ કરી હતી. જેથી તેણે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાે હતાે. દરમિયાન ગઈ કાલે હોસ્પિટલમાં રજા મળતા કામરેજ પોલીસે તેને કબજાે લીધાે હતાે અને આજે કઠાેરની કાેર્ટમાં રિમાન્ડ માટે તેને રજૂ કરવામાં આવ્યાે હતાે.
કામરેજ પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પોલીસે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. કામરેજ પોલીસે આ મુદ્દાઓ રાખી 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી કે આરાેપીએ ગુનાે કરવામા બે માેટા છરાનાે ઉપયાેગ કર્યાે હતાે તે પૈકી એક છરાે ક્યાંથી કાેની પાસે અને કેવી રીતે મેળવ્યાે છે, ગુનાે કરવામાં હાલના આરાેપી ઉપરાંત અન્ય કાેઈ આરાેપીની સંડાેવણી છે કે કેમ, તે અંગે આ આરાેપીને સાથે રાખી ઉંડાણપુર્વકની તપાસ કરવા આરાેપીની હાજરીની જરૂર છે,
આરાેપી અન્ય કાેઈ ગુનામાં સંડાેવાયેલા છે કેમ તે દિશામાં તપાસ કરવા આરાેપીને સાથે રાખી ઘટના અંગેનું રિકન્સ્ટ્રક્શન પંચનામુ કરવાનુ હોય, આરાેપીએ ગુનાે કર્યા બાદ સાહેદ સાથે કરેલી વાતચીતનુ રેકાેર્ડિંગ થયેલ હોય જેથી વાેઈસ સ્પેક્ટ્રાેગ્રાફી કરવા અર્થે સાહેદ તેમજ આરાેપીને ગાંધીનગર એફ.એસ.એલ ખાતે લઈ જઈ વાેઈસ સેમ્પલ લેવડાવવા હાજરીની રજૂરિયાત છે, અને આરાેપીની યુકિ્ત-પ્રયુકિ્તપુર્ વક ગુનાને લગતી ઝીણવટભરી પુછપરછ કરવા આરાેપીની હાજરીની જરૂરિયાત છે આ સહિતના ગાઉનાે રાખી કામરેજ પોલીસે રિમાન્ડની માગણી કરી હતી.