ધર્મ દર્શનસુરત

સરસાણા ખાતે ડોમ માં 250 વર્ષીતપના પારણા આચાર્ય સાગરચંદ્રસાગર સૂરી ની નિશ્રામાં યોજાયા

ગૃહ મંત્રી હર્ષ સંઘવી તપસ્વીઓને પારણા કરાવ્યા હતા

સુરત : છેલ્લા કેટલાય દિવસોથી જે દિવસની પ્રતિક્ષા હતી તે અક્ષય તૃતીયા એટલે અખાત્રીજ શુક્રવારે 10 મે ના રોજ 250 વર્ષીતપ ના ભવ્યાતિભવ્ય પારણા પ્રવચન આચાર સાગરચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં થયા હતા. આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવન થી તમામ સાધુ-સાધ્વીજીઓ સરસાના ડોમમાં પધાર્યા હતા. 11,000 થી વધુ લોકો પારણા માટે ઊમટિયા હતા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વ્યવસ્થા માટે સજજ બન્યા હતા.

જૈન ધર્મમાં સતત 400 દિવસ સુધી એકાંતરા ઉપવાસનો આ આકરો તપ પૂર્ણ થતા આજે અનેરો આનંદ અંતરમાં સમાતો નહોતો. ગુજરાતના ગૃહ મંત્રી  હર્ષ સંઘવી પારણા પ્રસંગે પધાર્યા હતા. વાજતે ગાજતે લાભાર્થી પરિવાર હસ્તિનાપુર નગરી તેમજ ભોજન મંડપના ઉદ્ઘાટન માટે આવ્યા બાદ પૂ. ગુરુદેવશ્રીએ સૌને માંગલિક મંગલ પ્રેરણા આશીર્વચન તથા સામુહિક પચ્ચકુખાણ આપ્યા હતા. ગુરુજીને કામળી અર્પણ કરવાનો ચઢાવો લતાબેન પ્રમોદભાઈ શાહે ઉદારતા થી લીધો હતો.ગુરુજીએ તમામ તપસ્વીને વાસ ક્ષેપ કર્યો હતો તથા શ્રેયાંસકુમાર બની લીલાબેન મોહનલાલ સાકરીયા પરિવાર એ પારણા કરાવ્યા હતા

સૌને ચાંદીના ઘડા તથા સોનાની ગીની આપવાનો લાભ શારદાબેન જગજીવનદાસ શાહ ચાણસ્માવાળા પરિવારે લીધો હતો તમામ તપસ્વીનું કંકુ, તિલક, માળા, શ્રીફળ, મોમેન્ટો ગુલાબજળ- ચરણપ્રક્ષાલન- પૂર્વક વધામણા કરાયા હતા. પધારેલા તમામ મહેમાનોની ભોજન વ્યવસ્થા સુંદર રીતે કરાઈ હતી .મુંબઈ ,અમદાવાદ, એમ.પી., રાજસ્થાન, વગેરેથી તથા અમેરિકા વગેરે વિદેશથી પણ સ્વજનો પારણા માટે પધાર્યા હતા વેસુના ઇતિહાસમાં આવો જાજરમાન ઐતિહાસિક પારણા પ્રસંગ અનેરો પ્રભાવ જન્માવી ગયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button