પી. પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામાનાં વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પરિણામ
સુરતઃ શ્રેષ્ઠ પરિણામોની પરંપરા જાળવતી શિક્ષણ જગતની અગ્રણી એક માત્ર સંસ્થા પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ ( CBSE ) અબ્રામા જ છે. આ વર્ષે પણ તેમણે પોતાની પરંપરા જાળવી અને અહીનાં વિદ્યાર્થીઓએ સફળતાનો પરચમ સમગ્ર સુરત શહેરમાં લહેરાવ્યો છે.
શિક્ષણ જગતની શ્રેષ્ઠ સંસ્થા પી. પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામાનાં વિદ્યાર્થીઓએ CBSE – 2023 ની ધોરણ દશમાંની બોર્ડ પરીક્ષામાં સફળતાનું નવું શિખર જ શેર કર્યું છે. આ સ્કુલનાં તારલાઓએ જ્વલંત સફળતા મેળવી અને પી. પી. સવાણી પરિવારનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કરેલ છે. આ વર્ષે ધોરણ દશમાં કુલ 250 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી. તેમાંથી તમામ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. સમગ્ર સ્કુલનું પરિણામ ૯૫.૨% છે .
ક્રમ વિદ્યાર્થીનું નામ (સાયન્સ) ટકા ક્રમ વિદ્યાર્થીનું નામ (કોમર્સ) ટકા
૧ શ્રુતિ માથુકીયા ૯૪.૬૦% ૧ ઈશિકા બાલધા ૯૪.૪૦%
૨ નીલ લાઠીયા ૯૪.૦૦% ૨ અંશ ભીમાંની ૯૪.૨૦%
૩ યશ ઠક્કર ૯૩.૦૦% ૩ રુદ્ર ભટ્ટ ૯૩.૮૦%
૪ વંશ શીહોરા ૯૨.૮૦% ૪ હાર્વી મેંડાપરા ૯૩.૬૦%
૫ સ્મિત મારકના ૯૧.૮૦% ૫ આયુષ મેરુલીયા ૯૩.૦૦%
A 1 ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓ ૧૫ છે. A 2 ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓ ૪૪ છે.
આ તમામ વિદ્યાર્થીઓની સફળતા પાછળ પી. પી. સવાણી પરિવાર, શાળાનાં ઉર્જાવાન આચાર્ય, અધ્યાપકો અને વાલીઓની કઠોર તપસ્યાનું જ પરિણામ છે. જેથી આજે સુરત મહાનગરમાં આ શાળાનું નામ ગુંજતું થઈ ગયું છે. આ તમામ વિદ્યાર્થીઓને પી. પી. સવાણી પરિવાર, આચાર્ય અને અધ્યાપકો તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવતા હર્ષની લાગણી અનુભવાય છે કે, જેમણે પોતાની આગવી મહેનત, ખંત અને પ્રતિભાથી આ સ્કુલનું જ નહીં પણ સમગ્ર પી. પી. સવાણી પરિવારનું નામ રોશન કરેલ છે. ખરેખર સફળતા દોડનાં અંતિમ ડગલે જ નથી મળતી પણ પ્રત્યેક ડગલાનો તેમાં હિસ્સો છે. એટલે જ પ્રત્યેક ડગલું જે વિદ્યાર્થીઓએ સમજી વિચારીને પી. પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ તરફ ભર્યું તેની સફળતાતો જ્વલંત રહેવાની જ છે.
શાળા પરિવારના ચેરમેનશ્રી વલ્લભભાઈ સવાણી, સેક્રેટરીશ્રી હર્ષદભાઈ રાજ્યગુરુ , ટ્રસ્ટીશ્રી શ્રી જૈમીન રાજ્યગુરુ, ડીરેકટરશ્રી પ્રણય જરદોશ, આચાર્યશ્રી હરીશ ચંદ્ર ખીચી તથા શિક્ષકગણ જ્વલંત સફળતા પ્રાપ્ત કરેલ તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન આપી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવે છે.