બિઝનેસસુરત

‘સીટેક્ષ એક્ષ્પો– ર૦રપ’માં એકઝીબીટર્સને જબરજસ્ત પ્રતિસાદ, ટેક્ષ્ટાઇલ મશીનરીમાં આશરે રૂપિયા ર૦૦૦ કરોડથી વધુના કેપીટલ ઇન્વેસ્ટમેન્ટની પ્રબળ સંભાવના

દેશના વિવિધ ખૂણેથી ત્રણ દિવસમાં ૩પ હજારથી વધુ બાયર્સ અને વિઝીટર્સે સીટેક્ષ એક્ષ્પોની મુલાકાત લેતા એકઝીબીટર્સને ઘણા સારા ઓર્ડર્સ મળ્યા

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર અને સુરત ટેક્ષમેક ફેડરેશનના સંયુકત ઉપક્રમે તા. રર, ર૩ અને ર૪ નવેમ્બર, ર૦રપના  દરમ્યાન સુરત ટેક્ષ્ટાઇલ મશીનરી એક્ષ્પો ‘સીટેક્ષ– ર૦રપ’ યોજાયું હતું, જેને સુરત ઉપરાંત આખા દેશમાંથી જુદા જુદા રાજ્યોના વિવિધ શહેરોમાંથી બાયર્સ અને વિઝીટર્સનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.

સીટેક્ષ એક્ષ્પો– ર૦રપ સુપર હીટ રહયો – નિખિલ મદ્રાસી

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એક્ષ્પો– ર૦રપ સુપર હીટ રહયો હોવાના ફીડબેક એકઝીબીટર્સ તરફથી મળ્યાં હતાં. તમામ એકઝીબીટર્સ દેશના વિવિધ રાજ્યોના શહેરોમાંથી આવેલા બાયર્સ સમક્ષ ખૂબ જ સારી રીતે અત્યાધુનિક મશીનરીઓ પ્રેઝન્ટ કરી શકયા હતા અને તેઓને નવા બાયર્સ પણ મળ્યા હતા. દેશના વિવિધ ખૂણેથી આવેલા જેન્યુન બાયર્સ સાથે એકઝીબીટર્સે વન ટુ વન મિટીંગો કરી હતી, જેમાં બાયર્સે એકઝીબીટર્સને ઘણા સારા ઓર્ડર્સ આપ્યા હતા.

ટેક્ષ્ટાઇલ મશીનરીઓમાં આશરે રૂપિયા ર૦૦૦ કરોડથી વધુના કેપીટલ ઇન્વેસ્ટમેન્ટની પ્રબળ સંભાવના

આ ઉપરાંત, લેટેસ્ટ ટેકનોલોજીની અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓ તેમજ એન્સીલરીઓ માટે જે મહત્વની ઇન્કવાયરી એકઝીબીટર્સને જનરેટ થઇ છે તેનું એનાલિસિસ કરવામાં આવે તો આગામી છ મહિનામાં ટેક્ષ્ટાઇલ મશીનરીઓમાં આશરે રૂપિયા ર૦૦૦ કરોડથી વધુના કેપીટલ ઇન્વેસ્ટમેન્ટની પ્રબળ સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. કારણ કે, સીટેક્ષ એક્ષ્પોમાં ભારતમાં બનેલી અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓની સાથે સાથે અન્ય ટેકનોલોજીની અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ત્રણ દિવસ દરમ્યાન કુલ ૩પ૭૧૮ વિઝીટર્સે સીટેક્ષ એક્ષ્પોની મુલાકાત

સીટેક્ષ એકઝીબીશન્સમાં પ્રથમ દિવસે જ ૯૪પ૦ બાયર્સ, બીજા દિવસે ૧પ૩૮૦ બાયર્સ અને સોમવારે ત્રીજા દિવસે ૧૦૮૮૮ વિઝીટર્સ આ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. આમ ત્રણ દિવસ દરમ્યાન કુલ ૩પ૭૧૮ વિઝીટર્સે સીટેક્ષ એક્ષ્પોની મુલાકાત લેતા તેનો બહોળો લાભ એકઝીબીટર્સ તેમજ સુરતની સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને મળ્યો હતો.

આ ત્રણ દિવસ દરમ્યાન દેશના વિવિધ શહેરો જેવા કે અમદાવાદ, મુંબઇ, સુરેન્દ્રનગર, સિદ્ધપુર, કોલ્હાપુર, કોલકાતા, ભિલવાડા, ઇન્દોર, ઇચ્છલકરંજી, ભાવનગર, વારાણસી, નાશિક, માલેગાવ, ડુંગરપુર, હૈદરાબાદ, અમરેલી, અબ્રામા, ઇરોડ, નવી દિલ્હી, પૂણે, ઔરંગાબાદ, કોઇમ્બતુર, તિરૂપુર, પાટણ, સોલાપુર, ઇટવા, ચેન્નાઇ, ભુજ, બિકાનેર, જોધપુર, ગાઝિયાબાદ, બકસર, અંબાલા, વીરપુર, પ્રતાપગઢ, બદરીનાથપુરી, બક્ષદ (રાજસ્થાન), બેંગ્લોર અને સિલચુરના વિઝીટર્સે એકઝીબીશનની મુલાકાત લીધી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button