22મી એપ્રિલે શ્રી મહાલક્ષ્મી શક્તિપીઠ મંદિરમાં હનુમાનજી અને સુવર્ચલાનો લગ્નોત્સવ ઉજવવામાં આવશે
સુરતઃ ભારત દેશમાં માત્ર બે એવા મંદિર છે જેમાં હનુમાનજી પોતાની પત્ની સુર્વચલા સાથે બિરાજે છે. પહેલૂ મંદિર તેલંગણાના ખમમમ જિલ્લા માં બનાવેલું છે અને બીજું મંદિર સુરત શહેરના બનાવવામાં આવ્યું છે સુરતમાં બનેલ મંદિર 40 વર્ષ જૂનો છે.
સુરત શહેરના નવા ભટાર મેયર બંગલા ની બાજુમાં બ્રેડલાઈનર પાસે શ્રી મહાલક્ષ્મી શક્તિપીઠ મંદિર સ્થાપિત છે. જેમાં હનુમાનજી અને તેમના પત્ની સુર્વચલા જી બિરાજે છે. આગામી 22 મી એપ્રિલના દિવસે શ્રી મહાલક્ષ્મી શક્તિ પીઠ મંદિર દ્વારા હનુમાનજી અને સુર્વચલા ના લગ્ન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તે દિવસે સવારે પાંચ વાગે ગણેશ પૂજા થી શરૂઆત કરવામાં આવશે અને 10:00 વાગ્યે સુધી લગ્ન નો કાર્યક્રમ કાર્યરત રહેશે.
આયોજક કરતા શ્રી મહાલક્ષ્મી શક્તિપીઠ મંદિરના મહંત ભારત મુનિ ભારતીય જણાવ્યું હતું કે, સુરત શહેરના હનુમાનજી ના ભક્તિ પ્રિય લોકો માટે ખૂબ જ સારી વાત છે કે આવું મંદિર સુરતમાં છે. આ મંદિરમાં જે લોકો દર્શન અર્થે આવે છે તેમના પરિવારમાં સુખ શાંતિ ઉપજે છે અને જે યુવાન યુવતીઓના લગ્ન થતાં ન હોય તેઓના લગ્ન આ મંદિરમાં આવીને ભગવાનની આરાધના કરે છે ત્યારે તેમના લગ્ન પણ થઈ જાય છે.
22મીના કાર્યક્રમમાં ભવ્ય આયોજન થવાનો છે. જેમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે હિન્દુ સંગઠનના અન્ય મહાનુભવો જોડાવાના છે તથા મહા સંતો પણ આ કાર્યક્રમમાં પોતાની હાજરી આપવાના છે તથા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ છે અને સાંજે 5 વાગે મહા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 1500 થી વધારે લોકો જોડાશે.
મુખ્ય મહેમાન તરીકે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય સંગીતાબેન પાટિલ, સંદીપ દેસાઈ તથા સુરત શહેરના પ્રથમ નાગરિક હેમાલીબેન બોઘાવાલા અને પદ્મશ્રી કનુભાઈ ટેલર ઉપસ્થિત રહેશે. તથા મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય કોષા અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદના દિનેશ નાવડીયા અને અધ્યક્ષ સુરત મહાનગરના વિશ્વ હિન્દુ પરિષદના અનિલભાઈ રૂંગટા હાજર રહેશે.