નેશનલબિઝનેસ

નવી મુંબઈ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પ્રથમ વિમાનનું આગમન

મુંબઇ, ૧૧ ઓક્ટોબર ૨૦૨૪: ભારતીય વાયુ દળના વિમાને આજે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના સાઉથ રનવે ઉપર સફળતાપૂર્વક ઉતરાણ કરવા સાથે જેના કાર્યારંભની રાહ જોવાઇ રહી છે તે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે એક રળિયામણી ઘડી બની રહી હતી. કોવિડની મહામારી દરમિયાન ઓગષ્ટ ૨૦૨૧માં આ એરપોર્ટના નિર્માણનો આરંભ થયો હતો અને ૨૦૨૫ના વર્ષની શરૂઆતમાં તે કાર્યરત થવાની ગણતરી છે એવા આ એરપોર્ટ ઉપર એક વિશાળ મલ્ટી રોલ ટેક્ટિકલ એરલિફ્ટર IAF C-295નું ઉદ્ઘાટકીય ઉતરાણ એ અદાણી ગૃપના ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટના વિકાસમાં એક મહત્વના સિમાચિહ્નનનું પ્રતિનિધિત્વ કરે છે.

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.ના ડિરેક્ટર  જીત અદાણીએ નવા મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.એ કરેલી પ્રગતિ માટે ભારોભાર ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અદાણી એરપોર્ટંસ હોલ્ડિંગ્સ લિ.ના પ્રથમ એરપોર્ટ તરીકે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ એ વરસોનું આયોજન,રોકાણ અને કઠોર પરિશ્રમની ફળશ્રુતિ છે. તેમણે આ તકે આ પ્રકલ્પને શક્ય બનાવવા માટે મહારાષ્ટ્ર સરકાર તથા સિડકો અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીઆ સહિતની નિયમનકારી સંસ્થાઓ અને હિસ્સેદારોના સહિયારા સહયોગ માટે આભાર માન્યો હતો. વિશ્વ કક્ષાનું આ એરપોર્ટ દુનિયાભરના પ્રવાસીઓને એક મહત્વના હબ તરીકે સેવા પૂરી પાડી પ્રદેશની વૃધ્ધિમાં મહત્વની ભૂમિકા અદા કરશે એમ જીત અદાણીએ ઉમેર્યું હતું.

આ ઐતિહાસિક પ્રસંગે  મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીશ, અજીત પવાર,નાગરિક ઉડ્ડયન અને સહકાર રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના વરિષ્ઠ અધિકારીઓ સહિતના મહાનુભાવો તથા નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.અને અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ લિ.ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button