ગુજરાતસુરત

સરદારનગરી બારડોલીમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી

ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એકતા દોડ યોજાઈ

સુરત: રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સરદારનગરી બારડોલીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય ભાવના અને એકતાના સંદેશને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે એકતા દોડ યોજાઈ હતી. આ દોડ બારડોલી સ્વરાજ આશ્રમથી શરૂ થઈને શહીદ ચોક તેમજ નગરપાલિકા રોડ, ટાઉન હોલ થઈ પરત સ્વરાજ આશ્રમ ખાતે પૂર્ણ થઈ હતી. ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે, સરદાર સાહેબ એકતાના પ્રતીક છે. જો સરદાર સાહેબ ન હોત, તો અખંડ ભારતનું સ્વપ્ન સાકાર થઈ શક્યું ન હોત. સરદાર સાહેબની વહીવટી કુશળતા, કુનેહ અને મજબૂત મનોબળને કારણે રજવાડાઓને ભારતમાં વિલીન કરી શકાયા. તેમણે રાષ્ટ્રભક્ત બનીને ૫૬૫ જેટલા નાના મોટા રજવાડાઓને એક કરીને અખંડ ભારતની સ્થાપના કરવા પોતાનું સંપૂર્ણ જીવન દેશ માટે સમર્પિત કરી દીધું હતું.

ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને નાગરિકોએ સરદાર પટેલના સંકલ્પને સાકાર કરવા તેમજ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાં તેમજ રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનું સ્મરણ કરવા દ્રઢ સંકલ્પ લીધો હતો.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જમનાબેન, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા, પ્રાંત અધિકારી, મામલતદાર સહિત પોલીસ જવાનો, એન.સી.સી. કેડેટ્સ, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, રાષ્ટ્રપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button