સુરત
શ્રી બી. મહેશ્વરી નરેન્દ્ર મોદી વિચાર મંચ યુવા પાંખની દક્ષિણ ગુજરાત યુવા પ્રભારી નિયુક્ત
સુરત, નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ પ્રમુખ ચેહરભાઈ દેસાઈ અને ગુજરાત પ્રદેશ યુવા શાખાના વડા નિલેશ કાકડિયાની સંમતિથી શ્રી બી. મહેશ્વરીની નરેન્દ્ર મોદી વિચાર મંચ યુવા પાંખ દક્ષિણ ગુજરાતના યુવા પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સમાજ સેવામાં હંમેશા અગ્રેસર
શ્રી બી. મહેશ્વરી છેલ્લા 7 વર્ષથી સુરત શહેરમાં યુવા પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા. પર્યાવરણની જાળવણી માટે તેમના દ્વારા વૃક્ષારોપણના અનેક કાર્યક્રમો યોજાયા હતા. યુવા પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય તે માટે તેમણે વડીલ પૂજન દિવસ, રક્તદાન શિબિર, ન્યુરો થેરાપી કેમ્પ, આંખની તપાસ કેમ્પ વગેરેના આયોજનમાં મોટી ભૂમિકા ભજવી છે. વનવાસીઓમાં 2 લાખથી વધુ કપડાંના વિતરણમાં મદદ કરી છે. મહેશ્વરીએ 21 વખત રક્તદાન પણ કર્યું છે. મહેશ્વરીને યુવા પ્રભારી બનાવવાને લઈને ચાહકો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છે.