ટેકફેસ્ટમાં ગુજરાતમાંથી 5500થી વધુ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો
સુરત જ્યારે આઈ.ટી. ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સુરત શહેરની મુલાકાતે આવ્યા ત્યારે આઈ.ટી. ક્ષેત્ર ને લઈને કહેલા શબ્દો મુજબ સુરતને આઈ.ટી. હબ બનાવવાના હેતુસર રેડ એન્ડ વ્હાઇટ ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક ભવ્ય TeckFest નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૫૫૦૦ કરતાં પણ વધારે કોલેજના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમજ દિવસ દરમીયાન 25000 કરતા પણ વધારે વિર્દ્યાથીઓ તેમજ વાલીઓએ હાજરી આપી હતી. આ TechFest માં સ્પર્ધાઓ સાથે ઘણા સામાજીક પ્રશ્નો ના હલ રૂપી બ્લડ ડોનેશન, પુસ્તક મેળો, સાયબર ક્રાઈમ જાગૃતી, આઈ.ટી. ના ભવિષ્ય વગેરે જેવા વિષયો ની માહિતી આપતા માહિતી સ્ટોલનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમા ગુજરાતના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, સુરતના DEO ડૉ. દિપકભાઈ દરજી તેમજ વરાછા બેંક ના ચેરમેન શ્રી કાનજીભાઈ ભાલાળા એ હાજરી આપી વિર્દ્યાથીઓને આઈ.ટી. થી માહિતગાર કર્યા હતા.