સ્પોર્ટ્સ

સુરતના ડુમસ બીચ ખાતે ‘બીચ વોલિબોલ ટુર્નામેન્ટ’નો પ્રારંભ કરાવતા ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી

સુરત:ગુરૂવાર: ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતના ડુમસ બીચ ખાતે બીચ વોલિબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આંધ્રપ્રદેશ અને ગુજરાત વચ્ચે આ ટુર્નામેન્ટની પ્રથમ બીચ વોલિબોલ મેચ નિહાળી હતી. ગૃહ રાજ્યમંત્રીએ ખેલાડીઓ સાથે વોલિબોલ રમી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

નોંધનીય છે કે, આજે તા.૬ ઓક્ટો.થી શરૂ થયેલી બીચ વોલિબોલ સ્પર્ધા તા. ૯ ઓક્ટો. સુધી ડુમસ બીચ પર રમાશે, જેમાં ગુજરાત, તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા, તેલંગાણા, કેરળ, દિલ્હી, પોંડીચેરી, ઓડિશા, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશ સહિત કુલ ૧૨ રાજ્યોની ટીમો ભાગ લઈ રહી છે.

આ પ્રસંગે ધારાસભ્ય  ઝંખનાબેન પટેલ, મેયર  હેમાલીબેન બોઘાવાલા, મ્યુ.કમિશનર બંછાનિધી પાની, નાયબ વનસંરક્ષકશ્રી પુનિત નૈયર, સુડાના ઈ.CEO અરવિંદ વિજયન, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ, વોલિબોલ ફેડરેશનના પ્રતિનિધિઓ સહિત શહેરીજનો, શાળાના વિદ્યાર્થીઓ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button