સુરતમાં મારુતી વીર જવાન ટ્રસ્ટની સ્થાપના થઇ છે ત્યારથી દેશની રક્ષા કરતા શહીદ જવાનોના પરિવારોને દર વર્ષે આર્થિક મદદ કરવામાં આવી રહી છે.શહીદો કો સલામ કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે અઢી લાખ રૂપિયા શહીદ પરિવારોને આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે 121 શહીદ પરિવારોને મદદ કરવામાં આવી છે.
નવી દિલ્હી ખાતે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે 121 શહીદ પરિવારોને રૂ 2.5 લાખની મદદ પ્રમાણે મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા સંરક્ષણ મંત્રી રાજ્નાથસિંહને રૂ 3 કરોડ 2 લાખ 50 હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.જ્યાં રાજનાથજી દ્વારા ડિજિટલ 121 શહીદ પરિવારોના ખાતામાં આ સહાયની રકમ મોકલવામાં આવી હતી.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના હસ્તે 3 કરોડથી વધુની કરાઈ મદદ
છેલ્લા ત્રણ વર્ષથી શહીદ પરિવારોને મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા સેવા કરવામાં આવી રહી છે.આ વર્ષે દિલ્હી ખાતે શહીદ પરિવારોને મદદ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે શહીદ જવાનોના પરિવારોને આર્થિક મદદ પહોંચાડવાનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત સુરતના મારુતિ વીર જવાન ટ્રસ્ટના હોદ્દેદારો દિલ્હી ખાતે પહોંચ્યા હતા અને દિલ્હી ખાતે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હસ્તે 121 જેટલા શહિદ જવાનના પરિવારોને અઢી લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સુરતના સાંસદ અને કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ સાથે મારુતિ વીર જવાન ટ્રસ્ટ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા 121 પરિવારોને આર્થિક મદદ સ્વરૂપે અઢી લાખ રૂપિયા લેખે ત્રણ કરોડ બે લાખ 50 હજાર રૂપિયા નો ચેક સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ને અર્પણ કરવામાં આવ્યો હતો
ત્યારબાદ રાજનાથ સિંહ દ્વારા ડિજિટલી રીતે તમામ પરિવારોના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.આ સાથે તમામ 121 શહીદ જવાનના પરિવારો વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાયા હતા અને તેમની સાથે રાજનાથસિંહએ વાતો કરીને તેમને સાંત્વના પાઠવી આર્થિક મદદ કરી હતી.