સુરત

મઢી બેડી ફળિયા રોડ ગણવંતી નદી ઉપર રૂ.૨૯૩ લાખ ના ખર્ચે નિર્માણ થયેલ મેજર લેવલ બ્રીજ ખુલ્લો મુકાયો

પુલના ઉદઘાટન બાદ બંને ધારાસભ્ય સ્કૂટર ઉપર પુલ પસાર કર્યો

સુરત:સોમવારઃ સુરત જીલ્લાના બારડોલી તાલુકા મઢી બેડી ફળળયા રોડ ઉપર ગણુ વતી નદી ઉપર મેજર લેવલ બ્રીજના બાધકામ અને રાજ્ય મા.મ. બારડોલીના ઉનાઈ બહુારી મઢી ઝખવાવ રોડ ગણુ વતી નદી પર નવા  નિર્માણ પામેલા બ્રીજ ને  ધારાસભ્ય મોહનભાઈ ડી. ઢોડિયા,  ધારાસભ્ય ઈશ્વરભાઈ આર.પરમાર,  બારડોલી દ્રારા જાહેર અવર જવર માટે ખુલ્લો મુકાયો હતો.

જ્યારે ઉનાઈ,બુહારી ,મઢી ,માંડવી,ઝંખવાવરોડ ગણવંતી નદી ઉપર રૂ. ૬૬લાખ ના ખર્ચે નિર્માણ થયેલ હાઈ લેવલ બ્રીજનું લોકાર્પણ પણ ધારાસભ્ય મોહનભાઈ ઢોંડીયાના શુભ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.અહી એક જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

બારડોલી તાલુકાના મઢી બેડી ફળિયા રોડ ગુણવંતી નદી ઉપર રૂ.૨૯૩ લાખના ખર્ચે નિર્માણ થયેલ મેજર લેવલ બ્રીજ નું ધારા સભ્ય  મોહન ભાઈ ઢોંડિયા ના શુભ હસ્તે ઉ્દઘાટન થયું. ત્યાર બાદ ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમાર સાથે  સ્કૂટર ઉપર  બ્રીજ પસાર કર્યો

આ ઉપરાંત બોરિયા હળપતિ વિસ્તારમાં આવાસ બાંધકામ, રૂ. ૧૪.૫૯ લાખના ખર્ચે મહુવા બ્રાહ્મણ ફળિયામાં પુરરક્ષણ માટે બાંધકામ, રૂ.૧૯.૨૦ લાખના ખર્ચે દેદવાસણ ગામે વોટર કંઝરવેશન  સ્ટ્રકચકર વર્ક, વાઘેસ્વર ગામે પુર રક્ષણ માટે રૂ. ૧૪.૬૦ લાખ, દેદવાસણ ગામે રૂ. ૭.૮૦ લાખના ખર્ચે, કેઢેયા ગામે રૂ.૧૫લાખ ના ખર્ચે લિફ્ટ ઇરીગેશન સ્કીમ, માછીસાદડા ગામે રૂ.૧૨.૨૦ લાખના ખર્ચે ચેક ડેમ કમ કોઝવેના કામના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા

આ પ્રસંગે  તાલકુા પચાયત પ્રમુખ , જીલ્લા પચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય, સરપંચ, આગેવાનો અને  મોટીસંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button