એજ્યુકેશન
નેશન બિલ્ડર એવોર્ડદ્વારા શ્રીમતી સાવિત્રીબાઈ ફૂલે શાળાના શિક્ષક મહેન્દ્ર ખૈરનાર સન્માનિત
રોટરી સુરત રિવર સાઈડ કલબ દ્વારા તા-6-9-2022 ના રોજ પાલગામ ખાતે “નેશન બિલ્ડર એવોર્ડ” આયોજિત કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમના મુખ્ય અતિથિ સુરત શહેરના કલેક્ટર આયુષ ઓક સર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને તેમજ રોટરી કલબના અધ્યક્ષ રીતુબેન તલવાર પણ હજર હતા.
જેમાં શ્રીમતી સાવિત્રીબાઈ ફૂલે મરાઠી કન્યા શાળા નંબર-47,ઇશ્વરપરા,નવાગામ,સુરતના શિક્ષક મહેન્દ્ર પાંડુરંગ ખૈરનારને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતી ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ નિમિત્તે “શિક્ષક દિન”ના દિવસે રોટરી સુરત રિવર સાઈડ કલબ દ્વારા “નેશન બિલ્ડર એવોર્ડ-2022” થી સન્માનિત કરવામાં આવ્યું. તેમને આ સન્માન તેમના દેશના રાષ્ટ્ર ઘડતર અને શ્રેષ્ઠ કામગીરી માટે આપવામાં આવ્યો છે.