શ્રીમતી સાવિત્રીબાઈ ફુલે કન્યા શાળા નં-47 નવાગામ સુરત ખાતે તા-19-1-2023 ના રોજ સુરત મહાનગર પાલિકા સંચાલિત ડિંડોલી ફાયર ઓફિસર શ્રી ફાલ્ગુન કુમાર ગાઢવી સાહેબ અને એમની ટિમદ્વારા ખુબજ ઉપયોગી એવું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું.
જેમાં ધોરણ -6 થી 8 ના તમામ બાળકોને લાઈવ ફાયરના સાધનોનો પરિચય આપી તેનાથી માહિતીગાર કરવામાં આવ્યું. તેમજ આગ, ભૂકંપ ,સુનામી જેવી કુદરતી અને કૃત્રિમ આપત્તિથી બચવાના ઉપાયો સમજવ્યા.જેમાં સૌ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીનીઓએ ખૂબજ ઉત્સાહથી ભાગ લીધો.