એજ્યુકેશન

ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત લક્ષ્યઅર્જુન-3 પ્રિ-બોર્ડ પરીક્ષા-2024 નો ઉત્સાહ પૂર્વક આરંભ

“એકમાત્ર જીદ એટલે જ લક્ષ્યઅર્જુન-3 પ્રિ-બોર્ડ પરીક્ષા”

સુરતઃ ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા આયોજીત “ લક્ષ્યઅર્જુન-3’ પ્રિ-બોર્ડ પરિક્ષામાં ધોરણ 10 અને 12 સાયન્સ/કોમર્સના 1200 જેટલા વિદ્યાર્થીએ તારીખ 08/02/2024 થી સ્કૂલ કેમ્પસમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઈ પરીક્ષા આપેલ છે. જેમાં બાળકો દ્વારા 11 મી માર્ચના રોજ શરૂ થવા જઈ રહેલ પરીક્ષામાટેની પૂર્વ તૈયારી કરી હતી.

આ કાર્યકમમાં અન્ય 80 જેટલી શાળાના વિદ્યાર્થી સાથે તેમના માતા-પિતા તેમજ શિક્ષક સ્ટાફ હાજર હતા. આવનારી માર્ચ-૨૦૨4 બોર્ડની પરીક્ષામાં પોતાના નક્કી કરેલ લક્ષ્યને પાર કરે અને તેમની કારર્કિદી ઊજ્જવળ બનાવે તેમજ તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરે તેવી શુભેચ્છા ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કુલ પરિવાર તરફથી આપવામાં આવી હતી.

શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા દ્વારા આ બાળકોને બોર્ડની પરીક્ષાનો ભય દૂર થાય તે હેતુથી બોર્ડ પદ્ધતિ પ્રમાણેજ તમામ પેપર તેમની બેઠક વ્યવસ્થાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે બાળકો ખુબજ અઘરા પેપર જોઈ ગભરાઈ નહીં જાય અને કોઈ અઘટિક પગલાં નહિ ભરે તે માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું.અને આ જીવનની છેલ્લી પરીક્ષા નથી પરંતુ હજુ ગણી તક ઊભી છે તેમ માની પરીક્ષા આપવાં શુભેચ્છા પાઠવી હતી.

શાળા ના આચાર્ય દ્વ્રારા આ પરીક્ષામાં પરીક્ષા નિયામક, ઝોનલ અધિકારી,કેન્દ્ર નિયામક, બારકોડ અને ખાખી સ્ટીકર ની સાથે સાથે 01,02,03 પત્રક અને બોર્ડ પ્રમાણેજ ઉતરવહી વિશેની માહિતી વિદ્યાર્થીને પૂરી પડાઈ હતી.
શાળાના કેમ્પસ ડાયરેક્ટર દ્વારા તમામ વિદ્યાર્થીને આ પરીક્ષાની મદદથી બોર્ડમાં “ટાઇમ મેનેજમેંટ” નું આયોજન કેમ કરવું તેનું સચોટ માર્ગદર્શન અપાયું હતું.

સતત ત્રીજા વર્ષે પણ લક્ષ્યઅર્જુન-3 પ્રિ-બોર્ડ પરીક્ષા નો સફળતાનો શ્રેય શાળાના તમામ શિક્ષકો,પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા પેપર સેટર તેમજ મૂલ્યાંકનકારો ને આપ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button