એલ.પી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલસનુ ધોરણ 12 અને 10 CBSE માં ઝળહળતું પરિણામ
સુરત : H.S.C.-૨૦૨૩-૨૪ માં ધોરણ 12 CBSE માં એલ.પી સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવીને સમગ્ર સુરત શહેરમાં છવાઈ ગયા છે અને શિક્ષણ જગતમાં સફળતાનો ડંકો વગાડ્યો છે. તેઓએ ફરીથી સાબિત કર્યું છે કે પંખો સે કુછ નહી હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ . તે ઉકિતને સાર્થક કરતાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ટીમે વિદ્યાર્થીઓના ઉચ્ચ પરિણામથી ગ્રુપ ઓફ સ્કૂલસને ગૌરવ અપાવ્યું છે. ધો. ૧૨ નુ રિજલ્ટ A1 -ગ્રેડમાં 24 વિદ્યાર્થીઓ, A2 -ગ્રેડમાં 35 વિદ્યાર્થીઓ, B1- ગ્રેડમાં 61 વિદ્યાર્થીઓ અને B2- ગ્રેડમાં 58 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે
વિદ્યાર્થીઓએ કરેલ કઠિન પરિશ્રમ , અનુભવી શિક્ષકોની મહેનત અને માર્ગદર્શન તેમજ વાલીમિત્રોના સરાહનીય સહકાર દ્વારા વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે ધીરજ ધરી શકે તે ધાર્યું કરી શકે છે . શાળાના ચેરમેન માવજીભાઈ સવાણી, વાઈસ ચેરમેન ડૉ.ધર્મેન્દ્ર સવાણી ,શાળાના આચાર્ય તેમજ દરેક શિક્ષક મિત્રો તથા સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓએ મેળવેલી સફળતા માટે અને વિધાર્થીઓના ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા પાઠવી છે.