વેસુ શ્રી શ્રી ગૌર રાધા કૃષ્ણ મંદિરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે

સુરતઃ હરે કૃષ્ણ ચળવળના પ્રણેતા આચાર્ય શ્રી શ્રીમદ ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદના માર્ગદર્શન હેઠળ શહેરના વેસુ વિસ્તારમાં આવેલા ટાઇમ્સ સ્ક્વેરમાં ચોથા માળે આવેલા શ્રી શ્રી ગૌર રાધા કૃષ્ણ મંદિર ખાતે ભગવાન શ્રી શ્રી ગૌર નીતાઈ શ્રી શ્રી રાધા શ્યામસુંદર અર્ચવિગ્રહની સેવા સાથે લોક કલ્યાણના કાર્યો પણ થઈ રહ્યા છે. જેમ ભક્તોને દરરોજ ખિચડીનો પ્રસાદ આપવામાં આવે છે તેમ દર રવિવારે થાળીનો પ્રસાદ આપવામાં આવે છે. આ સાથે બાળકો માટે ગુરુકુળ ચલાવવામાં આવે છે. જેમાં બાળકોને ગીતા, વેદ અને પુરાણના શ્લોક શીખવવામાં આવે છે.
વેસુ શ્રી શ્રી ગૌર રાધા કૃષ્ણ મંદિર દ્વારા 7 સપ્ટેમ્બર 2023 ગુરુવારે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત સાંજે 6 વાગ્યાથી સુમધુર કીર્તન સાથે થશે. તે પછી ભગવાનની મહા આરતી, ત્યારબાદ પંચામૃત અને ફૂલોના રસથી ભગવાનનો અભિષેક શરૂ થશે, જે તમામ દર્શનાર્થીઓને અભિષેક કરવાનો લ્હાવો મળશે અને તે મધરાત 12:00 સુધી ચાલુ રહેશે.
આ દરમિયાન ભગવાનની વિવિધ લીલાઓ, ઝાંખીઓ, ભગવાનનો ભવ્ય ઝૂલવો, નૃત્ય નાટક, કૃષ્ણ કથા, છપ્પન ભોગ, જેક પોટની વ્યવસ્થા કરવામાં આવશે. અને તમામ ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારબાદ 12:00 કલાકે ભગવાનની ભવ્ય આરતી થશે. તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. એવું કહેવાય છે કે એક જન્માષ્ટમી વ્રત રાખવાથી એક હજાર એકાદશીઓનું ફળ મળે છે.