રાંદેરમાં વ્યાજની પઠાણી ઉઘરાણીમાં જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકનું અપહરણ
મિલન ભગતે વ્યાજખોર જીતેન્દ્ર રાવલ પાસેથી વર્ષ ૨૦૧૯માં જમીન ના ધંધા માટે ૧૪ લાખ વ્યાજથી લીધા હતા
રાંદેર પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પાલનપુર પાટિયા મહાલક્ષ્મી સોસાયટી સાથે રહેતા મિલન જ્યોતિ કુમાર ભગત જમીન લે વેચ સહિતનો ધંધા કરે છે. મિલન ભગવતે જહાંગીરપુરા સંગીની ગાર્ડન સાથે રહેતા અને વ્યાજ નો ધંધો કરતા જીતેન્દ્ર પ્રતાપ રાવલ સામે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે 2019 માં મિલને વ્યાજનો ધંધો કરતા જીતેન્દ્ર રાવલ પાસેથી જમીનના ધંધામાં ઇન્વેસ્ટ કરવા માટે રૂપિયા ૧૪ લાખ લીધા હતા. જોકે મિલન ભગતના જણાવ્યા મુજબ નીલ અને તેને અત્યાર સુધી વ્યાજ સાથે રૂપિયા ૮૮ લાખ બેંક થી તેમજ રોકડે ચૂકવી આપ્યા હતા તેમ છતાં હજુ પણ જીતેન્દ્ર રાવલ દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી.
દરમિયાન ગત ૧૮ જાન્યુઆરી રાત્રી અડાજણ સ્ટાર બજાર ખાતે મિલન તેમના ધંધાના કામ માટે એડવોકેટ ને મળવા જઈ રહ્યા હતા. ત્યારે જીતેન્દ્ર રાવલે મિલનને ફોન કર્યો હતો અને તે ક્યાં છે તેના લોકેશનની માહિતી મેળવી હતી અને મિલન પાસે પોતાની કાર ઓડી લઈને ડ્રાઇવર સાથે પહોંચી ગયો હતો અને મિલન ભગત સાથે ઝપાઝપી કરી બળજબરીપૂર્વક તેની કારમાં બેસાડી અપહરણ કરી તેની ઓફિસે લઇ ગયો હતો અને રેમ્બો છરા ના પાછળના ભાગેથી તેના મોઢા ઉપર મારી વધુ ૫૦ લાખની ઉઘરાણી કરી હતી.
ત્યારબાદ આ અંગે પોલીસ ફરિયાદ કરશે તો તેને અને તારા ઘરના સભ્યોને મારી નાખીશ તેવી ધમકી આપી હતી આ અંગે મિલન ભગવતે જીતેન્દ્ર સામે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી પોલીસે મિલન ની ફરિયાદ લઇ જીતેન્દ્ર રાવલ અને તેના ડ્રાઇવર સામે અપહરણ અને મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે માથાભારે જીતેન્દ્ર રાવલ અગાઉ પિસ્તોલ સાથે પણ પકડાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું