સુરત, 16 ઓગસ્ટ: ઝડપથી વિકાસની તરફ અગ્રેસર કેરલ ટુરિઝમ દ્વારા આગામી ફેસ્ટિવલ અને વિન્ટરની સિઝનમાં દેશ-વિદેશના પ્રવાસીઓમાં નવી રુચિ જગાડવા માટે નવી પ્રોડક્ટ અને ટુર પેકેજની રેન્જ રજૂ કરવામાં આવી છે. જે બાબતે આજરોજ બીટુબી મીટ હોટેલ લે મેરેડિયન, ડુમસ રોડ, સુરત ખાતે યોજાઈ હતી.
નવા પ્રોજેક્ટ્સની સાથો-સાથ રાજ્યોની મુખ્ય સંપત્તિઓ જેમ કે, બિચિસ, હિલ સ્ટેશન, હાઉસબોટ્સ અને બેકવોટર સેગમેન્ટ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. કેરળની યુનિટ ટુરિસ્ટ અપિલ પ્રવાસીઓ માટે હાઉસબોટ, કારવાં સ્ટેસ પ્લાન્ટેશન વિઝિટ, જંગલ લોજ, હોમસ્ટે, આયુર્વેદ આધારિત વેલનેસ સોલ્યુશન્સ, એડવેન્ચર એક્ટિવિટી, ગ્રામીણ વિસ્તારો અને લીલીછમ પહાડીઓ પર ટ્રેકિંગ જેવા વિવિધ અનુભવો મળશે.
મહામારીથી પ્રભાવિત ટુરિઝમ ઇન્ડસ્ટ્રી ફરી એકવાર પાટા પર આવી રહી છે, જે કેરળમાં સ્થાનિક પ્રવાસીઓના આગમનના નોંધપાત્ર ઉછાળાથી સ્પષ્ટ થાય છે. કોવિડ પહેલાનું વર્ષ 2019માં રાજ્યે સ્થાનિક અને કુલ પ્રવાસીઓના આગમનમાં 24 વર્ષમાં સૌથી વધુ વૃદ્ધિ દર નોંધાવ્યો હતો અને તેમની સંખ્યા 1,95,74,004 હતી જેમાં 1,83,84,233 સ્થાનિક પ્રવાસીઓ અને 11,89,771 વિદેશી મુલાકાતીઓનો સમાવેશ થાય છે.
2023માં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં 21,871,641 જેટલા લોકોએ રાજ્યની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા 6,49,057 હતી.