કાયાએ સુરતમાં વધુ એક નવા ક્લિનિકના લોંચ સાથે ભારતમાં તેની ઉપસ્થિતિ વિસ્તારી
ભારતની અગ્રણી સ્કિનકેર અને ડર્મેટોલોજી એક્સપર્ટે સુરતમાં બીજું ક્લિનિક લોંચ કર્યું
સુરત, 16 ડિસેમ્બર, 2022: ભારતની અગ્રણી સ્કિનકેર બ્રાન્ડ કાયા સુરતમાં વેસુમાં નવા ક્લિનિક સાથે તેની ઓફલાઇન ઉપસ્થિતિને વિસ્તારી રહી છે. શહેરમાં કાયાનું આ બીજું ક્લિનિક છે, જે પહેલાં વર્ષ 2005માં તેનું પ્રથમ ક્લિનિક ઘોડદોડ રોડ ઉપર લોંચ કરાયું હતું. આ પ્રસંગે સુરતના મેયર હેમાલી બોઘાવાલા ઉપસ્થિત રહ્યા હતા.
કાયા નજીકના ભવિષ્યમાં આક્રમક વિસ્તરણની યોજના ધરાવે છે અને મજબૂત સંભાવનાઓ ધરાવતા શહેર તરીકે સુરતની ઓળખ કરાઇ છે. વૈશ્વિક બ્યુટી ટ્રેન્ડ્સના મહાત્વાકાંક્ષી દ્રષ્ટિકોણ સાથે વિકસિત અને પ્રવાસ કરતાં વ્યવસાયિક સમુદાયને જોતાં કાયાનું આગળ જતાં સુરત ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત રહેશે.
નવા લોંચ અંગે વાત કરતાં કાયાના સીઇઓ રાજીવ નાયરે જણાવ્યું હતું કે, કાયા તેના સમયમાં હંમેશા અગ્રેસર રહ્યું છે અને ભારતમાં બ્યુટી અને હેલ્ધી સ્કીન માટે લગભગ બે દાયકાથી નવા ધોરણો સ્થાપિત કરતું આવ્યું છે. અમારી સેવાઓમાં સતત સુધારો અને નવીનતા સાથે અમારા ગ્રાહકો કાયાના સિદ્ધાંતોનો અભિન્ન અંગ છે. કાયાની કમ્યુનિટીમાં સતત વધારો થવાની સાથે-સાથે અમે ટેસ્ટ, ક્વોલિટી અને સર્વાંગીપણાના તેમના ધોરણોને પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. અમારા યુવા ગ્રાહકો માટે તેમને અનુરૂપ પ્રોડક્ટ્સ પસંદ કરવા અમે તેમને સક્ષમ કરવા માગીએ છીએ.
નવા ક્લિનિકના લોંચ અંગે કાયાના ગ્લોબલ સીઇઓ રાજીવ સુરીએ જણાવ્યું હતું કે, અમે કાયાની પ્રોડક્ટ્સ અને સેવાઓ માટે અમારા તમામ માર્કેટ્સમાં ખૂબજ સારો પ્રતિસાદ મેળવ્યો છે. વૈશ્વિક સ્તરે વિશેષ કરીને ભારતમાં અમે બ્યુટી અને વેલનેસ સંબંધિત ઓફરિંગ્સના વપરાશમાં નોંધપાત્ર વધારો અનુભવી રહ્યાં છીએ, જ્યાં આ સેવાઓ અને પ્રોડક્ટ્સના વપરાશની માગમાં તીવ્ર વધારો થયો છે. અમે મિલેનિયલ્સના આધાર સાથે જોડાણ વિકસાવી રહ્યાં છીએ કે જેઓ તેમની લાઇફસ્ટાઇલ અને વેલનેસ પ્રેક્ટિસ બાબતે સજાગ છે.
આ નવું ક્લિનિક અંદાજે 1456 ચોરસફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, જેનો ઉદ્દેશ્ય ગ્રાહકોનો આધાર વિસ્તારવાની દિશામાં વધુ એક કદમ ભરવાનો છે. 90થી વધુ ડર્મેટોલોજીસ્ટ સાથે ભારતમાં સૌથી મોટી એસ્થેટિક ડર્મેટોલોજી ચેઇન હોવા તરીકે કાયા અત્યાધુનિક ટેક્નોલોજી અને વૈશ્વિક સ્તરે પ્રખ્યાત સેવાઓ દ્વારા ત્વચા, શરીર અને વાળ માટે સર્વગ્રાહી ઉકેલો સુનિશ્ચિત કરે છે.
આ સંસ્થા ત્વચાના માઇક્રો-વિશ્લેષણ અને તેની ડી2સી વેબસાઇટ માટે ડી365 ઇન્ટિગ્રેશન અને ક્લિનિકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બંન્નેથી સજ્જ છે, જેથી સ્વ-તપાસ અને મશીન લર્નિંગ આધારિત સોલ્યુશનની ભલામણો પ્રાપ્ત કરી શકાય.
કાયા તેની સર્વસમાવેશક બ્યુટી ફિલસૂફી પ્રત્યે તેની કટીબદ્ધતાને આગળ ધપાવીને દરેક વ્યક્તિને પોતાનું સૌંદર્ય પ્રાપ્ત કરવા માટે સક્ષમ કરે છે. બ્રાન્ડ તેના ‘બ્યુટીફુલ ઇઝ યુ’ના મંત્રને બળ આપતા કાયા ઉત્તમ કસ્ટમાઇઝેશન પ્રદાન કરવાનું ચાલુ રાખશે, જેથી ગ્રાહકોને તેમના અનુરૂપ પ્રોડક્ટ્સ અને સેવાઓને મેળવવામાં મદદ મળી રહે.
ભારતીયોની સૌંદર્યની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કાયા આગામી તબક્કામાં પ્રવેશવા માટે સજ્જ છે. છેલ્લાં 19 વર્ષથી અમે બ્યુટી ક્ષેત્રે ખૂબજ ઇનોવેટિવ, આધુનિક સોલ્યુશન માટે બેસ્ટ-ઇન-ક્લાસ ડેસ્ટિનેશન રહ્યાં છીએ. ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતોને પૂર્ણ કરવા ભારતમાં અમારી ઉપસ્થિતિનો વિસ્તાર કરવો એ દેશ માટે અમારી જવાબદારી અને કટીબદ્ધતા છે.