જિંદાલ (ઈન્ડિયા) લિ. સુરતમાં રિટેલર મીટ ‘મિલાપ’નું આયોજન કર્યું

સુરત– જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડે ગુજરાતના સુરતમાં રિટેલર્સ મીટ ‘મિલાપ’નું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. કંપનીના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ઇવેન્ટ પ્રદેશમાં અગ્રણી રિટેલર્સ સાથે જોડાવા અને તેમની સાથે વાતચીત કરવા માટે યોજાઈ હતી.‘મિલાપ’ પહેલ પ્રદેશમાં તેની હાજરી વધુ મજબૂત બનાવવા અને સમગ્ર ભારતમાં તેની ભૌગૌલિક હાજરી વિસ્તારવાના જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડના પ્રયાસોની સંલગ્ન છે. સુરતમાં યોજાયેલી આ મીટ કંપનીના ઓથોરાઇઝ્ડ ડીલર વી. કે. સ્ટીલ સાથેના સહયોગમાં યોજાઈ હતી અને તેમાં લગભગ 80 રિટેલર્સ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર ભારતમાં પોતાની ભૌગોલિક હાજરી મજબૂત બનાવવાની જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડની વ્યૂહરચનાને અનુરૂપ કંપનીએ આ ઇવેન્ટમાં તેની એડવાન્સ્ડ કોટેડ સ્ટીલ પ્રોડક્ટ્સની સમગ્ર રેન્જ દર્શાવી હતી જે દરેક ઉચ્ચ પર્ફોર્મન્સ અને ટકાઉપણું સુનિશ્ચિત કરવા સાથે વિવિધ ઉદ્યોગોની વિશિષ્ટ માંગને પૂરી કરવા માટે તૈયાર કરાઈ છે. તેમાં જિંદાલ સબરંગ સમાવિષ્ટ હતી જે જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડની ઓફરિંગ છે જે આઉટડોર એપ્લિકેશન્સમાં અદ્વિતીય કાટ અવરોધક સાથે વિવિધ શ્રેણીના કલર-કોટેડ વિકલ્પો રજૂ કરીને સ્ટીલની સુંદરતાને પુનઃવ્યાખ્યાયિત કરે છે.
આ ઉપરાંત, કંપનીએ રિટેલર્સને Jindal NeuColor+વિશે માહિતગાર કર્યા હતા,જે સર્વોચ્ચ કક્ષાની પ્રીમિયમ કોટેડ સ્ટીલ પ્રોડક્ટ્સનું પ્રતિનિધિત્વ કરે છે,જે અદ્યતન ટેકનોલોજી,સૌંદર્યલક્ષી વર્સેટિલિટી અને લાંબા ગાળાના ટકાઉપણાનું મિશ્રણ પ્રદાન કરે છે. જેમાં મોટાપાયે સુરતમાં માંગ ધરાવતી કોટેડ શીટ્સનો સમાવેશ થાય છે”, એમજિંદાલ (ઈન્ડિયા) લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું.
આ પહેલના ભાગ રૂપે,જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડના પ્રતિનિધિઓએ પ્રદેશ માટે કંપનીની યોજનાઓ વિશે પણ ચર્ચા કરી હતી તથારિટેલરો પાસેથી પ્રત્યક્ષ પ્રતિસાદ મેળવીને તેમને નડતા પડકારોનું સમાધાન કર્યું હતું.