બિઝનેસસુરત

આઈપીએલ-મોડલ બોટ રેસે કેરળની તમામ સીઝનને ડેસ્ટિનેશનના રૂપમાં સ્થાપિત કર્યું

વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે ચેમ્પિયન્સ બોટ લીગ રેસનો વ્યાપ વધારવામાં આવ્યો

સુરત, ૧૦ ઑક્ટોબર, ૨૦૨૩ : સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થયા બાદ કેરળએ IPL-મૉડલ ચેમ્પિયન્સ બોટ લીગ (CBL) રેસ જેવા પોતાના ઇનોવેટિવ પ્રોડક્ટની સાથે દક્ષિણના રાજ્યને આગળ વધારવામાં મદદ કરીને તમામ સીઝનના અનુભવી સ્થળ તરીકે વધુ આકર્ષણ મેળવ્યું છે. આ એક અત્યંત પસંદગીના ટુરિસ્ટ હબ તરીકે ઓળખાવા લાગ્યું છે.

એક સપ્તાહ સુધી ચાલનારા ઓણમની ઉત્સવ બાદ જેમાં પ્રવાસીઓના આગમનમાં વધારો જોવા મળ્યો હતો, જે ગયા મહિનાની શરૂઆતમાં શરૂ થયેલી વાર્ષિક IPL એમમોડલની ત્રીજી સિઝ રાજ્યના તમામ પ્રદેશોમાં સ્થાનિક ફૂટફોલને વેગ આપશે તેવી આશા છે. કેરળના બેકવોટર્સમાં આયોજિત ચેમ્પિયન્સ બોટ લીગ એક દુર્લભ વિઝ્યુઅલ ટ્રીટ ઓફર કરે છે. જ્યાં પ્રત્યેક બોટ સેકડો નાવીકો દ્વારા સંચાલિત શાનદાર સ્નેક બોટ (ચુંદન વલ્લમ) નીલમ બેકવોટરમાંથી પસાર થઈને ઉત્સાહ અને જોશની આભા ઉત્પન્ન કરતા દોડે છે.

સ્થાનિક પ્રવાસીઓના થયેલા વધારા અંગે વાત કરતા ટુરીઝમ મંત્રી શ્રી પી.એ.મોહમ્મદ રિયાસે કહ્યું કે, “કોરોના મહામારી બાદ રાજ્ય સરકાર કેરળમાં સ્થાનિક પ્રવાસીઓને વધુમાં વધુ આકર્ષવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. ”
શ્રી રિયાસે કહ્યું કે, ચેમ્પિયન્સ બોટ લીગ સીઝન, જે રાજ્યભરમાં ઓણમ સપ્તાહની સમારોહ બાદ આવે છે. પ્રવાસીઓ માટે કેરળમાં આવવા અને તેના વિવિધ આકર્ષણોનો આનંદ માણવાનો આ એક આનંદદાયક સમય છે. “અમારા સમયના પ્રવાસીઓની માંગ અને રુચિને ધ્યાનમાં રાખીને કેરળએ હાલના ઉત્પાદનોનો વ્યાપ વધારવા અને રાજ્યની વિશિષ્ટ વિશેષતાઓને રજૂ કરવા ઉપરાંત કેટલાક આકર્ષક ઉત્પાદનો લોન્ચ કર્યા છે. આ વર્ષે અમે નવા પ્રવાસન ઉત્પાદનોનો અનુભવ કરવા માટે વધુ સ્થાનિક પ્રવાસીઓને આકર્ષીને આગલા સ્તરના પ્રોત્સાહનને શોધી રહ્યા છીએ, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

પ્રવાસીઓને આકર્ષવા માટે પોતાની નવીન પહેલને વધુ સમર્થન આપતા કેરળ ટુરિઝમે તાજેતરમાં બહારના બજારોમાં તેના અસરકારક મેસેજિંગ માટે પેસિફિક એશિયા ટ્રાવેલ એસોસિએશન (PATA) ગોલ્ડ એવોર્ડ મેળવ્યો છે. એવોર્ડ વિનિંગ કોમ્પિટિશન ‘મેક અપ ફોર લોસ્ટ ટાઇમ, પેક અપ ફોર કેરળ’,ની સંકલ્પના કોવિડ બાદ સામાન્ય સ્થાનિક સ્થિતિમાં આવનારા પ્રવાસીઓ માટે કરવામાં આવી છે. જેને પ્રિન્ટ, રેડિયો, OOH, ડિજિટલ વિડિયોઝ અને બેનરો (વેબ પોર્ટલ) અને સોશિયલ મીડિયા ચેનલો સહિત તમામ મુખ્ય મીડિયા પ્લેટફોર્મ્સમાં ધૂમ મચાવી હતી.

દેશમાંથી વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે, ટ્રેડ ફેરમાં સહભાગિતા અને બી2બી ટ્રેડ મીટનું આયોજન સહિતની ટ્રાવેલ ટ્રેડ નેટવર્કિંગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર દરમિયાન કોલકાતા અને વિશાખાપટ્ટનમમાં અને આ મહિનાની શરૂઆતમાં પૂણે અને મુંબઈમાં યોજાયેલી બી2બી ભાગીદારી મીટના પ્રથમ તબક્કાને ઉદ્યોગ તરફથી ખૂબ જ પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો હતો.
બી2બી ટ્રેડ મીટમાં ટ્રેડ ઇન્ફેક્શનની અસરકારકતા વધારવાની પહેલ તરીકે અને આ અંગે જાગૃતિ લાવવા માટે યજમાન શહેરના પસંદગીના ટૂર ઓપરેટરોને એક પરિચયની સફર ઓફર કરવામાં આવે છે. ‘ગો કેરલા’, પરિચયની સફરની જાગૃતિ વિકસાવવામાં અને સંભવિત ટૂર ઓપરેટરોને કેરળમાં નવા ઉત્પાદનોનો અનુભવ કરવામાં મદદ કરશે.

ટુરીઝમ સેક્રેટરી શ્રી કે.બીજુએ કહ્યું કે, રાજ્યમાં પ્રવાસીઓ માટે વિવિધ પ્રકારના અનુભવો પ્રદર્શિત કરવા માટે ટ્રેડ ફેર અને રોડ-શો આદર્શ અવસર અને ઉત્તમ માધ્યમ છે. તાજેતરના ટ્રેન્ડ દર્શાવે છે કે કેરળ એક ગ્લેમરસ વેડિંગ ડેસ્ટિનેશન બની ગયું છે. કેરળનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્ય, મનોહર સ્થળો, ઉત્તમ રહેઠાણ અને ભોજન સમારંભની સુવિધાઓ અને કનેક્ટિવિટી તેને વિશ્વના શ્રેષ્ઠ લગ્ન સ્થળોમાંનું એક બનાવે છે. શ્રી કે.બીજુએ વધુમાં ઉમેર્યું હતું કે, પામ વૃક્ષો, નૈસર્ગિક દરિયાકિનારા, છાંટા ચાના બગીચાઓ સાથેના રહસ્યમય હિલ સ્ટેશનોથી લહેરાતા શાંત બેકવોટર સાથે રાજ્ય નવી શરૂઆત કરવા માટે એક આદર્શ સ્થળ બની ગયું છે.

ટુરીઝમ ડિરેક્ટર શ્રી પી.બી નૂહે કહ્યું કે, કેરળની હાઉસબોટ, કારવાં સ્ટે, જંગલ લોજ, પ્લાન્ટેશન વિઝીટ, હોમસ્ટે, આયુર્વેદ બેઝડ વેલનેસ સોલ્યુશન,. કન્ટ્રી સાઈડ વોક અને ટ્રેકિંગ સહિતની એડવેન્ચર એક્ટિવિટીઓ મુલાકાતીઓને એક અનોખો અનુભવ પ્રદાન કરે છે. તેમને કહ્યું કે આ ઉપરાંત દરિયાકિનારા, હિલ સ્ટેશન, હાઉસબોટ્સ અને બેકવોટર સેગમેન્ટ જેવી રાજ્યની મુખ્ય સંપત્તિઓ મુલાકાતીઓના અનુભવની સમગ્રતાને વધારશે.

૨૦૨૨માં કેરળએ SATTE દિલ્હી, OTM મુંબઈ, TTF અમદાવાદ, BIT મિલાન, IMTM તેલ અવીવ, ATM દુબઈ, WTM લંડન અને ITB બર્લિન જેવા ભારત અને વિદેશમાં મેજર ટુરીઝમ અને ટ્રાવેલ ફેર કરીને પોતાની અલગ છાપ ઊભી કરી છે.
કેરળ પ્રવાસન માટે ૨૦૨૨નું વર્ષ સિદ્ધિઓ અને પ્રેરણાદાયી વૈશ્વિક અને રાષ્ટ્રીય સન્માનનું વર્ષ હતું. ટાઇમ મેગેઝિને કેરળને ૨૦૨૨માં એક્સપ્લોર કરવા માટેના ૫૦ એસ્ટ્રા-ઓર્ડિનરી ડેસ્ટિનેશન પૈકીનું એક ગણાવ્યું છે. કોન્ડે નાસ્ટ ટ્રાવેલરે કેરળના ‘અયમાનમ ગામ’ને ૨૦૨૨માં મુલાકાત લેવા માટેના 30 શ્રેષ્ઠ સ્થળોમાંના એક તરીકે માન્યતા આપી હતી, જ્યારે માર્ચમાં ટ્રાવેલ પ્લસ લેઝર મેગેઝિન દ્વારા ગ્લોબલ વિઝન એવોર્ડ માટે રાજ્યની પસંદગી કરવામાં આવી હતી.

ગયા વર્ષે સ્ટ્રીટ પ્રોજેક્ટ જે રાજ્યની પ્રતિષ્ઠિત જવાબદાર પ્રવાસન પહેલનો એક ભાગ હતો જેને વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ (WTM) લંડન ખાતે ગ્લોબલ એવોર્ડ મળ્યો હતો. ટ્રાવેલ પ્લસ લેઝરના વાચકો દ્વારા રાજ્યને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશનના રૂપમાં પણ વોટ આપવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button