ઇન્ડોબેલ ઇન્સ્યુલેશન્સ લિમિટેડે વિસ્તરણ અને વૃદ્ધિને વેગ આપવા માટે ₹1,014.30 લાખના IPOની જાહેરાત કરી

કોલકાતા, જાન્યુઆરી 2025 – વિશિષ્ટ ઇન્સ્યુલેશન ઉત્પાદનોના અગ્રણી મેનુફેક્ચરર અને કોન્ટ્રાક્ટર, ઇન્ડોબેલ ઇન્સ્યુલેશન્સ લિમિટેડે BSE SME પ્લેટફોર્મ પર તેનો પ્રારંભિક જાહેર ઓફર (આઇપીઓ) લોન્ચ કર્યો છે. IPOનો ઉદ્દેશ્ય ₹46 પ્રતિ શેરના ભાવે 22,05,000 ઇક્વિટી શેર જારી કરીને ₹1,014.30 લાખ એકત્ર કરવાનો છે. આ ઇશ્યૂ 6 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી, 2025 સુધી ખુલ્લો છે.
IPO હાઇલાઇટ્સ
ઇશ્યૂનું કદ: ₹1,014.30 લાખ
પ્રતિ શેર કિંમત: ₹46
માર્કેટ લોટ: 3,000 શેર
IPO પછીનું ડિલ્યુશન: 35%
લિસ્ટિંગ પ્લેટફોર્મ: BSE SME
ભંડોળનો ઉપયોગ
IPOમાંથી મળેલી રકમનો ઉપયોગ આ દિશામાં કરવામાં આવશે:
1. ઉત્પાદન ક્ષમતા વધારવા માટે આધુનીક મશીનરી પ્રાપ્ત કરવી.
2. કામગીરીને સુવ્યવસ્થિત કરવા માટે સપોર્ટીંગ વર્કીંગ કેપીટલની જરૂરિયાતોને ટેકો આપવો.
3. સામાન્ય કોર્પોરેટ હેતુઓ.
બિઝિનેસ ઓવરવ્યૂ
ઇન્ડોબેલ ઇન્સ્યુલેશન લિમિટેડ નોડ્યુલેટેડ વૂલ, સિરામિક ફાઇબર નોડ્યુલ્સ અને મિનરલ ફાઇબર નોડ્યુલ્સમાં નિષ્ણાત છે, જે પાવર, કોમર્શિયલ અને ઔદ્યોગિક ક્ષેત્રો સહિત વિવિધ ઉદ્યોગોને સેવા આપે છે. કંપની કન્સલ્ટન્સી, એન્જિનિયરિંગ, ફેબ્રિકેશન, ઇન્સ્ટોલેશન અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ જેવા વ્યાપક ઉકેલો પ્રદાન કરે છે.
પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ સાથે, ઇન્ડોબેલ શ્રેષ્ઠ ગુણવત્તા અને કાર્યક્ષમ ઉત્પાદન પ્રક્રિયાઓ સુનિશ્ચિત કરે છે, જે ઇન્સ્યુલેશન ક્ષેત્રમાં પોતાને એક વિશ્વસનીય ભાગીદાર તરીકે સ્થાન આપે છે.
પ્રભાવશાળી નાણાકીય વૃદ્ધિ
કંપનીએ 30 સપ્ટેમ્બર, 2024 ના રોજ પૂરા થતા અર્ધવાર્ષિક ગાળા માટે ₹556.30 લાખની આવક અને ₹42.39 લાખના PAT સાથે મજબૂત નાણાકીય કામગીરી દર્શાવી છે. તેનું EBITDA માર્જિન 15.17% છે, જે કાર્યકારી કાર્યક્ષમતા દર્શાવે છે. તેની નેટવર્થ ₹609.49 લાખ છે, જે મજબૂત નાણાકીય સ્થિરતા અને વૃદ્ધિની સંભાવનાને સુનિશ્ચિત કરે છે.
IPO લોન્ચ પર બોલતા, મેનેજિંગ ડિરેક્ટર વિજય બર્મને કહ્યું, “આ IPO અમારી વૃદ્ધિ યાત્રામાં એક નવો અધ્યાય દર્શાવે છે. એકત્ર કરાયેલા ભંડોળથી અમે અમારી ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત બનાવી શકીશું અને બજારમાં અમારી હાજરીનો વિસ્તાર કરી શકીશું. અમે ઇન્સ્યુલેશન ઉદ્યોગમાં નવીનતાને આગળ ધપાવતા અમારા રોકાણકારો અને હિસ્સેદારો માટે લાંબા ગાળાના મૂલ્યનું સર્જન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”