ભારતનો પ્રથમ સ્માર્ટફોન આઇટેલે એ70 લોંચ કર્યો
માત્ર રૂ. 7,299ની કિંમતે એમેઝોન ઉપર વેચાણ માટે ઉપલબ્ધ

સુરત : ભારતમાં રૂ. 10 હજારથી નીચેના સેગમેન્ટમાં સૌથી લોકપ્રિય સ્માર્ટફોન બ્રાન્ડ આઇટેલે માત્ર રૂ. 7299ની કિંમત ઉપર 256 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ ધરાવતો ભારતનો પ્રથમ સ્માર્ટફોન લોંચ કરીને વર્ષ 2024માં મજબૂત પ્રવેશ કર્યો છે. આઇટેલ એ70 આકર્ષક બેંક ઓફર્સ સાથે એમેઝોન ઉપર વેચાણ માટે ઉપલબ્ધ બનશે. રૂચિ ધરાવતા ગ્રાહકો એમેઝોન ઉપરથી સ્માર્ટફોન ખરીદી શકે છે.
આઇટેલ ઇન્ડિયાના સીઇઓ અરિજિત તાલાપાત્રાએ કહ્યું હતું કે, “આપણે વર્ષ 2024માં પ્રવેશ કર્યો છે અને અમે વાજબી કિંમતે ઇનોવેશન, બેજોડ ફીચર્સ, સ્ટાઇલિશ લૂક અને અદ્યતન ટેક્નોલોજીની સાથે અમારા ગ્રાહકોને ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરવા માટે કટીબદ્ધ છીએ ઉદ્યોગજગતમાં અગ્રણી 256 જીબી સ્ટોરેજ, 12 જીબી રેમ અને આકર્ષક 6.6 ઇંચ ડિસ્પ્લે તથા ડાયનેમિક બાર ટેક્નોલોજીથી સજ્જઆઇટેલ એ70 સ્માર્ટફોનનું લોંચ અમારા આધુનિક દ્રષ્ટિકોણને દર્શાવે છે.
મોટી મેમરી ઉપરાંત આઇટેલ એ70 વિશાળ 6.6 ઇંચ એચડી+ ડિસ્પ્લેતથા સહજ યુઝર ઇન્ટરફેસ ધરાવે છે. આ સ્માર્ટફોનને બે વેરિઅન્ટ્સમાં લોંચ કરાયો છે – 128 જીબી સ્ટોરેજ 12 જીબી (4+8) રેમ તેમજ 64 જીબી સ્ટોરેજ 12 જીબી (4+8) રેમ સાથે. ગ્રાહકો એમેઝોન ઉપર “Notify Me” લિંક દ્વારા રજિસ્ટર કરાવી શકે છે.