અવિશ્વસનીય લાઈવ ટ્રેડિંગ સાથે ઇન્ડિયન ઓપશન કોન્કલેવનો પ્રારંભ
પ્રથમ દિવસે ટ્રેડિંગ મહાકુંભમાં વિવિધ સેશન્સમાં ઇન્વેસ્ટરો અને ટ્રેડર્સ થયા મંત્રમુંગ્ધ

સુરત: શુક્રવારથી શરુ થયેલા ભારતના સૌથી મોટા ઇન્ડિયન ઓપશન કોન્ક્લેવ ની 6થી આવૃત્તિ કે જે ભારતના લીડીંગ બ્રોકિંગ કંપની એવી જૈનમ બ્રોકિંગ દ્વારા યોજાયું છે. જેમાં પ્રથમ દિવસે ટ્રેડર્સ અને ઇન્વેસ્ટરનો ઉત્સાહ અને હાજરી જોઈને આયોજકો અભિભૂત થઇ ગયા હતા. ટ્રેડિંગના મહાકુંભના આરંભ સાથે પહેલા દિવસે ખુબ જ જોદરદાર સેશન્સ રહ્યા હતા જેની સાથે ટ્રેડર્સ દ્વારા લાઈવ ટ્રેડિંગ થકી સ્થળ પજ વગર રિસ્ક એ પ્રોફિટ બુક કરવામાં આવ્યો હતો જેમાં વિવિધ સ્ટ્રેટેજી દ્વારા ટ્રેડર્સને ઓપશન ટ્રેડિંગમાં માહિતગાર કરવાની સાથે પ્રોફિટ નીકાળતા પણ બતાવવામાં આવ્યું હતું.
ટ્રેડિંગ મહાકુંભની શરૂઆતમાં જૈનમ બ્રોકિંગ મિતાલી મહેતા દ્વારા હાજર ટ્રેડર્સ, ઇન્વેસ્ટર અને એક્સઝીબીટર્સ ની સાથે તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેના પછી વિવિધ ગેસ્ટના માઈન્ડ બ્લોઇંગ સેશન્સ અને વર્કશોપ યોજાયા હતા. જેમાં તલસ્પર્શી માહિતી મળતા ટ્રેડર્સન અને ઇન્વેસ્ટર્સ પણ ખુબ જ પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સને મુંજવતા પ્રશ્નો જે માર્કેટમાં તેમને પરેશાન કરતા હતા તેના પણ સંતોષકારક જવાબ મેળવીને તેઓ પણ ખુશ જણાય હતા. આ સાથે 2 સેશનમાં લાઈવ ટ્રેડિંગ દ્વારા ટ્રેડર્સ એ રિયલ ટાઈમ માં વિવિધ પાસાનો નજરે જોયેલો અનુભવ તેમને ખુબ જ ઉપયોગી નીવડશે તેમ જૈનમ બ્રોકિંગના ડિરેક્ટર મિલન પરીખ એ જણાવ્યું હતું.
જેની સાથે માર્કેટના લીડર્સ અને અનુભવી એવા ઇન્વેસ્ટર્સ અને ટ્રેડર્સ દ્વારા પોતાના અભિપ્રાયો રજુ કરવામાં આવ્યા હતા જેમાં તેમને પોતાની સ્ટ્રેટેજી અને થોટ્સ શેર કાર્ય હતા. ટૂંકમાં એક બીજાને માહિતી શેર કરીને રિસ્ક ઘટાડવા અને પ્રોફિટ વધારવા પર ફોકસ કરવામાં આવ્યું હતું. આજના દિવસમાં માર્કેટ એક્સપર્ટ વિજય જાજુ દ્વારા ફાઇનાશીયલ ઇન્જીનિયરિંગ પાર પોતાના વિચારો રજુ કાર્ય હતા. જોકે સૌથી મહત્વપૂર્ણ આજના ચીફ ગેસ્ટનો રહ્યો હતો. પ્રથમ દિવસે માઈન્ડ રીડર સુહાની શાહનો સેશન ખાસ રહ્યો હતો તેમને ટ્રેડર્સને પ્રેશરમાં પોતાની મેન્ટલ કન્ડિશન બાબતે કેવી રીતે અવેર રહેવું તેમને પ્રેશરમાં કેવા નિર્ણય લેવા તે અને તેમને પોતાના વિચારો રજુ કાર્ય હતા. માઈન્ડ એન્ડ માર્કેટની સ્ટ્રેટેજીનું મિકસપ કરીને હાજર સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું.
દિવસના અંતે છેલ્લા સેશનમાં લાઈવ ટ્રેડિંગમાં ઑપર્ચ્યૂનિટિ અને એજ્યુકેશન પર પેનલ ચર્ચા કરવામાં આવી હતી જેમાં એનએસઈના એક્ચેન્જ પાર્ટનર સુશાંત ગુપ્તા દ્વારા રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. ઇન્ડિયન ઓપશન કોન્ક્લેવ ટ્રેડર્સ, ઇન્વેસ્ટરની સાથે એક્સઝીબીટર માટે એક એક્સટ્રા ઓર્ડિનરી પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ કરી રહ્યું છે જે માર્કેટમાં રેવોલ્યુશન લાવશે.