અડાજણ ખાતે વિશ્વના પ્રસિદ્ધ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના ‘હુનર ઓફ ઈન્ડિયા’ પ્રદર્શન સહ વેચાણનું ઉદ્ઘાટન
ભારતમાંથી આવેલા હેન્ડલુમ અને હેન્ડીક્રાફટના કલાકારો પાસેથી અવનવી ચીજવસ્તુઓ ખરીદવાની સુવર્ણતક
સુરત: ભારત સરકારના એન્ટરપ્રિન્ટશીપ ડેવલપમેન્ટ ઈન્સ્ટીયુટ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રસિદ્ધ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના આર્ટીઝન સહિતની ચીજવસ્તુઓ સાથે સમગ્ર ભારતમાંથી આવેલા હુન્નર કલાકારો દ્વારા હુન્નર ઓફ ઈન્ડિયા સાથેનું અડાજણ ખાતે પ્રદર્શન કમ વેચાણ કેન્દ્રને સુરતના સાંસદશ્રી મુકેશભાઈ દલાલના હસ્તે તથા મેયરશ્રી દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું હતું. ૧૦૦થી હેન્ડલુમ્સની ચીજવસ્તુઓ સાથેના સ્ટોલોનું અડાજણ એસ.એમ.સી. પાર્ટી પ્લોટ, આનદ મહલ રોડ ખાતે તા.૧૬મી ઓગષ્ટ સુધી સવારે ૧૦:૩૦ થી રાત્રે ૯:૩૦ સુધી સૂરતવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
આ અવસરે સાંસદએ કહ્યું કે, વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આવા હુન્નર પ્રદર્શનો મહત્વની ભુમિકા નિભાવશે. ભારતના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા કલાકારો દ્વારા ઉત્પાદિત જુદી જુદી વસ્તુઓને ખરીદીને લોકલ ફોર વોકલના સુત્રને સાકારિત કરવાનો અનુરોધ કર્યો હતો.
ભારત સરકારના એન્ટરપ્રિન્ટશીપ ડેવલપમેન્ટ ઈન્સ્ટીયુટ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત આ પ્રદર્શનમાં ભાગલપુરી, કાંજીવરમ સાડી, મેરઠની ખાદી, લિનન, જ્યુટ, પંજાબી જુતી, વુડન કાર્વિંગ ફર્નિચર, કલમકારી હેન્ડવર્ક, ટેરાકોટા જ્વેલરી લખનવી ચિકનવર્ક ફેબ્રિક જ્વેલરી, વરલી પ્રિન્ટ ફેન્સી હેન્ડવર્ક બેગ તેમજ અલગ રાજ્યો તમામ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટની તમામ ચીજવસ્તુ સુરતના આંગણે પ્રદર્શન કરવામાં આવી છે જેનો સુરતીઓએ મોટી સંખ્યામાં ખરીદી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, ભારત સરકારના રેલવે મંત્રાલયના પેસેન્જર સુવિધા સમિતિના સભ્ય છોટુભાઈ પાટીલ, એફસીઆઈના સભ્ય દર્શના જાની, ઇડીઆઈઆઈના અનુજકુમાર ગુપ્તા, સ્થાનિક કોર્પોરેટરો સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.