બિઝનેસસુરત

અદાણી ફાઉન્ડેશન દ્વારા નવીનીકૃત હળપતિ આવાસનું લોકાર્પણ અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

મંત્રી  મુકેશભાઇ પટેલના હસ્તે વાસવામાં દોઢ કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ

હજીરા, સુરત 2૦ જુલાઈ, 2024 : અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા વાંસવા ગામના હળપતિ સમુદાયને નવીનીકૃત મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલના હસ્તે સુવિધાયુક્ત મકાનોનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે સામાજિક કલ્યાણના સંકલ્પને સાકાર કરતાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ₹. 1.70 કરોડના જન કલ્યાણના ઉપક્રમોનું લોકાર્પણ તેમજ હળપતિ સમુદાયના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

શનિવારે અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃપ્તિબેન પટેલ, અદાણી ફાઉન્ડેશનના ગુજરાત હેડ શ્રીમતી પંક્તિબેન શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હળપતિ સમુદાયના ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રદૂષણમુક્ત સિંચાઇને પ્રાધાન્ય આપતા ઓલપાડ તાલુકાના ખેડૂતોને 34 સોલર વોટર પંપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સોલર વોટર પંપથી લવાછા, આડમોર, સેલુત, કૂદીયાણા વગેરે ગામોના બારમાસી ખેતી કરતા ખેડૂતોનો સિંચાઈ સુવિધાનો ખર્ચ ઘટશે અને ગામ પ્રદૂષણમુક્ત બનશે.

આ પ્રસંગે મંત્રી  મુકેશભાઇ પટેલએ જણાવ્યુ હતું કે, એક સમયે હળપતિ સમુદાય પાસે પાકા મકાનો ન હતા, હવે નવા અને પાકા મકાન બન્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે દરેકને પાકકું મકાન મળે વડાપ્રધાનના એ સપનાને જ સાકાર કરતો આ પ્રોજેકટ અદાણી ફાઉન્ડેશન દ્વારા હળપતિ આવાસનો છે. જેનો અમને આનંદ છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા ઓલપાડ, ચોર્યાસી અને ઉમરપાડા તાલુકામાં સમાજ ઉત્થાનના અનેક કાર્યો થાય છે એની મંત્રિશ્રીએ પ્રસંશા કરી હતી. આજે લોકાર્પિત થયેલા 35 હળપતિ આવાસ થકી 200થી વધુ લોકોને એનો લાભ મળ્યો છે.

હળપતિ સમુદાયને નવીનીકૃત આવાસનું લોકાર્પણ એ સલામત અને સુવિધાયુક્ત જીવન સુનિશ્ચિત કરવા અદાણી ફાઉન્ડેશનની સ્તુત્ય પહેલ છે. આ તરફ સપનાનું ઘર મળતા હળપતિ આવાસના લોકો રાજીના રેડ થઈ ગયા હતા. હળપતિ સમુદાયના અને ગામના સરપંચ કૈલાશબેન રાઠોડએ કહ્યું હતું કે અમારી એક જ વખતની વિનંતીથી અદાણી ફાઉન્ડેશન દ્વારા આ જર્જરિત હળપતિ આવાસનું નવીનીકરણ થયું છે એનાઓ અમને સૌને આનંદ છે.

અદાણી ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં ફાઉન્ડેશન પ્રેરિત સખી મંડળો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરાયું હતું. હળપતિ બહેનો દ્વારા ઉત્પાદિત સાબુ અને ડિટર્જન્ટ પાવડર વેચાણર્થે મૂકવામાં આવ્યા હતા. મહિલા સ્વયંસેવી સંગઠનો અને સખી મંડળો દ્વારા ગત વર્ષે ₹. 12 લાખની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું.

અદાણી ફાઉન્ડેશન સુરત જિલ્લાના ચોર્યાસી, ઓલપાડ અને ઉમરપાડા તાલુકામાં આરોગ્ય, શિક્ષણ અને સામુદાયિક વિકાસના વિવિધ કાર્યો કરી રહ્યું છે. હળપતિ અને કોટવાળિયા જેવા છેવાડાના આદિવાસી સમુદાયોને વિકાસલક્ષી પ્રોજેકટમાં જોડવામાં આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button