
પાલ સ્થિત કેનાલ રોડ પર વૈરાગ્ય વરિષિ આચાર્ય શ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજા આચાર્ય મલયકીર્તીસૂરીશ્વરજી મ.સા., આચાર્ય મુક્તિનિલયસૂરિ મ.સા. વિગેરે વિશાલ સાધુ-સાધ્વી સમુદાયની પાવન ઉપસ્થિતિમાં એસ.સી.જે. તપોવન જૈન સ્કુલનું ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સંપન્ન થયું.
ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા પણ અતિથિ વિશેષ તરીકે પધાર્યા હતા. તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને જણાવ્યું કે શિક્ષણ સાથે સંસ્કાર ખુબ જ જરૂર છે. જૈનાચાર્ય શ્રીએ આવી સ્કુલ બનાવી છે તે ખુબ જ આનંદનો વિષય છે. અને આવી જ સ્કુલો રાષ્ટ્રરક્ષા, ધર્મરક્ષા, સંસ્કૃતિ રક્ષા કરી શકશે.
સ્કુલના ઉદ્ઘાટન પ્રસંગમાં કોર્પોરેટર નેન્સીબેન, ભૂ.ડે. મેયર શ્રી નિરવભાઈ પણ પધાર્યા હતા. સ્કુલના સંકુલના મુખ્ય લાભાર્થી શેઠ શ્રી કાંતિલાલ લલ્લુભાઈ ઝવેરી પરિવાર, તપોવન મુખ્ય શ્રેષ્ઠિવર્ય- શેઠ શ્રી સેવંતીભાઈ શાહ સેજલ જેમ્સ, સેવંતીભાઈ પ્રેમચંદ શાહ (વિનસ જ્વેલ), સંદીપભાઈ બારડોલી તથા ભરતભાઈ શાહ (છાંયડો) પ્રવીણભાઈ લીંબડીવાળા વગેરે સ્કુલ દાતાઓનું બહુમાન કરવામાં આવ્યું.
મુનિરાજ શ્રી સંવેગકીર્તિ વિ.મ.સા.એ માર્મિક પ્રવચન આપ્યું હતું.એસ.સી.જે. તપોવનના બાળકોએ પણ સાંસ્કૃતિક પ્રોગ્રામના પરફોર્મન્સ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પ્રફુલભાઈ રાઠોડ અને ક્રિસ મહેતાએ પણ કાર્યક્રમમાં રંગ જમાવ્યો હતો. 1500થી વધુ માનવ મહેરામણે નયનરમ્ય આ પ્રસંગને માણ્યો હતો.
આચાર્ય શ્રી મલયકીર્તિસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા અને આશીર્વાદથી ગિરીશભાઈ, અનિલભાઈ દેવેન્દ્રભાઈ રંગરેજ, મનન શાહની ટીમ દ્વારા એક જ વર્ષના ટુંકા સમયમાં બાંધકામ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.
રાજુભાઈ વરૈયા, પરેશભાઈ શેઠ, અધીપભાઈ, કિંજલબેન, પ્રક્ષાલ, મોક્ષેશ તેમજ કાંકરેજ સમાજની ટીમ, જશ પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા સુંદર સહયોગ આપેલ છે.
એસ.સી.જે. તપોવન જૈન સ્કુલની 4 શાખા પાલ, વેસુ, અડાજણ અને અઠવાલાઇન્સમાં પણ છે. હાલમાં 480 બાળકો આ સ્કુલમાં ભણી રહ્યા છે.