ગુજરાત

2014 અને 2019માં ગુજરાતની જનતાએ ભાજપને 26માંથી 26 બેઠકો આપી, પરંતુ ગુજરાતની જનતાને શું મળ્યું?: અરવિંદ કેજરીવાલ

હવે પંજાબમાં કોઈને સરકારી ઓફિસ જવાની જરૂર નથી, કારણ કે સરકારી ઓફિસ લોકોના ઘરે આવે છેઃ ભગવંત માન

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા ગુજરાત આવી પહોંચ્યા છે. બપોરે તેઓ બરોડા એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટ પર મીડિયા મિત્રો સાથે વાતચીત દરમિયાન અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, આમ આદમી પાર્ટી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં બે સીટો પર ચૂંટણી લડી રહી છે. અમે ગુજરાતની જનતાને અપીલ કરવા માંગીએ છીએ કે છેલ્લી ચૂંટણીમાં ગુજરાતની જનતાએ 26માંથી 26 લોકસભા બેઠકો ભાજપને આપી હતી, તેઓ ચૂંટણી જીત્યા બાદ ગુજરાત માટે કોઈ કામ કરતા નથી. તેથી, અમે જનતાને અપીલ કરીએ છીએ કે અમને એક તક આપો અને જો તમને લાગે કે અમે સારું કામ કર્યું છે તો જ અમને આગામી વખતે મત આપજ.

આ પછી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલઅને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરવા માટે સભા સ્થળ પર પહોંચ્યા. અરવિંદ કેજરીવાલે મોટી સંખ્યામાં હાજર કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતાં કહ્યું કે, લોકો કહે છે કે ગુજરાતમાં બે જ પક્ષ ચાલે છે, પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમે પહેલીવાર ચૂંટણી લડ્યા અને લોકોએ અમને 14% મત આપ્યા અને અમારા પાંચ ધારાસભ્યો પણ બન્યા. તેથી અમે એક મોટી ગેરસમજ તોડી નાખી કે ગુજરાતમાં માત્ર બે જ પક્ષો ચાલે છે. સમય અને સંસાધનોની અછતને કારણે, અમે વધુ પ્રચાર કરી શક્યા ન હતા, તેમ છતાં અમને 14% મત મળ્યા, આ આમ આદમી પાર્ટીની મોટી જીત હતી. આજે આમ આદમી પાર્ટી જનતાની સમસ્યાઓ માટે, તમારા બાળકોના શિક્ષણ માટે, તમારા પરિવારની સારવાર માટે, તમારા રસ્તા, વીજળી અને પાણી માટે કામ કરી રહી છે.

ગુજરાતની જનતાએ ભાજપને 156 બેઠકો આપી, પરંતુ તેમ છતાં ભાજપે ગુજરાતમાં એક પણ કામ કર્યું નથી. પંજાબમાં અમારી સરકારને માત્ર 2 વર્ષ થયાં છે, છતાં માન સાહેબે એવાં કેટલાંય કામો કર્યા છે જે બીજું કોઈ કરી શકતું નથી. અહીં 156 બેઠકો હોવા છતાં અન્ય પક્ષોને તોડવામાં આવી રહ્યા છે. આજે માત્ર આમ આદમી પાર્ટી જ દેશ અને દેશના ભવિષ્ય માટે કામ કરી રહી છે.

મારું દિલ કહે છે કે એક દિવસ ચોક્કસપણે આવશે જ્યારે માત્ર આમ આદમી પાર્ટી જ આ દેશને ભાજપથી મુક્ત કરાવશે. મારું દિલ કહે છે કે એક દિવસ કેન્દ્રમાં આમ આદમી પાર્ટીની સરકાર ચોક્કસ બનશે. અને જ્યારે આ દિવસ આવશે અને આમ આદમી પાર્ટીનો ઈતિહાસ લખાશે ત્યારે એ પણ લખવામાં આવશે કે ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનાવી હતી.

2014 અને 2019માં ગુજરાતની જનતાએ ભાજપને 26માંથી 26 બેઠકો આપી, પણ ગુજરાતની જનતાને શું મળ્યું? ગુજરાતમાં ઘણી બધી સમસ્યાઓ છે જેમ કે પેપર વારંવાર લીક થાય છે, પરંતુ એક પણ સાંસદે સંસદમાં ગુજરાતના યુવાનોનો અવાજ ઉઠાવ્યો નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button