સુરત

મિલકત ભાડે આપો તો પોલીસ સ્ટેશનમાં જાણ કરવી

આ જાહેરનામું તા.૨૯/૭/૨૦૨૩ સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે

સુરતઃ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલા મકાન, હોટલ, લોજ, બોર્ડીગ કે ગેસ્ટ હાઉસોમાં બહારના રાજય કે દેશ બહારથી આવતા વિદેશીઓને માલિકો ભાડેથી આપે ત્યારે તેની જાણ ૨૪ કલાકમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવાનો હુકમ કર્યો છે.

જે અંતર્ગત હોટલ,લોજ કે બોર્ડીગમાં વિદેશી નાગરિક આવે ત્યારે તેના પાસપોર્ટ, વીઝા અને ભારતમાં આવ્યા અંગેની ડીટેઈલ કોપી સહીતની લેવી. વિદેશી નાગરિક તરીકે નોધણી કરાવેલ હોય તો રેસીડેન્સીયલ પરમીટની કોપી મેળવીને રેકર્ડમાં રાખવી.

વિદેશી વિઝીટરનું બુકીગ કરાવનારના નામ,સરનામા, ટેલીફોન સહીતના નક્કર પુરાવા મેળવવા. સુરત શહેરમાં કઇ જગ્યાએ કયા કામ માટે કોને કોને મળવાના છે? કેટલો સમય રોકાવાના છે? તેની સંપૂર્ણ વિગત મેળવવી. તેઓની માહિતી સિટીઝન પોર્ટલ વેબસાઇટ (www.gujhome.gujarat.gov.in) અથવા સીટીઝન ફર્સ્ટ એપ મારફતે ફરજિયાત નોંધણી કરવાની અને પોતાની પાસે પણ રાખવાની રહેશે.

કોઇ પણ મુસાફરની શંકાસ્પદ હીલચાલ જણાયેથી તાત્કાલિક પોલીસને જાણ કરવી. માલિકોએ સી.સી. ટી.વી. કેમેરાની વ્યવસ્થા રાખવી અને તેનું રેકોર્ડીગના બેકઅપ ત્રણ માસ સુધી રાખવાના રહેશે. આવા ગેસ્ટ હાઉસમાં રોકાણ માટે આવતા મુસાફરો જે વાહનમાં આવે તે વાહનનો પ્રકાર, રજીસ્ટ્રેશન નંબર, રજીસ્ટરમાં નોધવાનો રહેશે. જે પબ્લીક ટ્રાન્સપોર્ટમાં આવેલ હોય તો તે મુજબ રજિસ્ટરમાં નોધ કરવાની રહેશે. જાહેરનામું તા.૨૯/૭/૨૦૨૩ સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button