પરમાત્મામાં રહેલો ક્રિઍટિવ નેચર અને ગુરુમાં રહેલો કનેક્ટિવ નેચર જીવનમાં આવી જાય તો જીવન નંદનવન જેવું બની જાય: જિનસુંદરસૂરિશ્વરજી મહારાજ

સુરત : શ્રી કૈલાસનગર જૈન સંઘના આંગણે પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી અપરાજિતસૂરિશ્વરજી મહારાજા પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી જિનસુંદરસૂરિશ્વરજી મહારાજાની નિશ્રામાં ધર્મસભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું. પૂજ્યશ્રીઍ ફરમાવ્યું કે, કોઇપણ ધર્મોનો પાયો દેવ અને ગુરુ પર છે. દેવમાં ક્રિઍટિવ નેચર પાવરફૂલ હોય છે અને ગુરુમાં કનેક્ટિવ નેચર પાવરફૂલ હોય છે. તમારામાં રહેલા ગુણોનો વિકાસ પ્રભુ કરાવી આપે છે. આવો ગુણ આપણા જીવનમાં લાવવા જેવા છે. બીજામાં રહેલી શક્તિનો વિકાસ કરાવવાની જો શક્તિ આપણામાં આવી જાય તો સેંકડો લોકોને તમારા દ્વારા ફાયદા થવા લાગશે.
ઍક બાળકને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો તો ક્રિઍટિવ નેચર વાળી માઍ પ્રિન્સીપાલને કહી દીધું કે, ‘મારા બાળકમાં રહેલી શક્તિને બહાર કાઢવાની કળા તમારી પાસે નથી’ યાદ રાખજા-જે દિવસે મારો દીકરો વિશ્વભરમાં પ્રસિદ્ધિને પામશે તેની શક્તિનો પરચો જ્યારે આખી દુનિયાને ખ્યાલ આવશે ત્યારે તમે’ય જોતા રહી જશો અને મા ઍ વાત્સલ્યથી દીકરાના માથે હાથ ફેરવતાં કહ્યું ઃ બેટા! તારામાં પ્રચંદ શક્તિ રહેલી છે બસ! હવે તારે કામે લાગી જવાનું છે અને મા ની ઉત્સાહવર્ધક પ્રેરણા અને દીકરાનો સફળ ઉપમના પ્રભાવે તે દીકરાઍ બલ્બની શોધ કરી અને વિશ્વભરમાં થોમસ ઍડિસનના નામથી પ્રસિદ્ધિને પામ્યો.
ઍટલે દરેક વ્યક્તિમાં પ્રભુનો ક્રિઍટિવ નેચર હોવો જાઇઍ અને સાથે ગુરુમાં રહેલા કનેક્ટિવ નેચર પણ! આવો સ્વભાવ પ્રત્યેક વ્યક્તિઓ જોડી રાખે છે. ગુરુ જેમ દેવધર્મ સાથે કનેક્ટ કરાવે છે તેવી જ રીતે નેચર પણ હોવો જાઇઍ. જેનાથી દીકરા-વહુ-પત્ની વગેરે બધાને પરિવાર સાથે હંમેશા જાડાયેલા રહેશે. અને જે ફેમિલીમાં કનેક્ટિવિટી વધારે હશે તે વ્યક્તિ કોઇપણ ક્ષેત્રમાં ક્યારે પાછો નહીં પડે માટે દેવ અને ગુરુના આ બંને ના સ્વભાવ આપણામાં આવે તેવી પ્રાર્થન દેવ-ગુરુને જ કરીઍ.