ડિફેન્સ એક્સપો દરમિયાન ICOMM એ “મેક ઇન ઇન્ડિયા” પહેલ હેઠળ CARACAL સાથે MoU પર હસ્તાક્ષર કર્યા
ICOMM ભારતીય સેના દ્વારા માન્ય ઉત્પાદનોની સંપૂર્ણ શ્રેણીની ડિલિવરી માટે CARACAL સાથે ભાગીદારી કરશે
અમદાવાદ, 21 ઓક્ટોબર, 2022: મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ(MEIL) ગ્રુપની કંપની અને માર્કેટ લીડર ICOMM મિસાઇલો અને પેટા-સિસ્ટમ્સ, કોમ્યુનિકેશન્સ અને EW સિસ્ટમ્સ, ઇલેક્ટ્રો-ઓપ્ટિક, શેલટર્સ, કમ્પોઝિટ તેમજ અન્ય સિસ્ટમ્સ ટેક્નોલોજી જેમ કે, ડ્રોન અને કાઉન્ટર ડ્રોન્સ માટે યુએઇ ના અગ્રણી એજ (EDGE) ગ્રુપની નાના શસ્ત્રોની ઉત્પાદક એકમ CARACAL સાથે ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
ગુજરાતના ગાંધીનગરમાં 22 ઓક્ટોબર સુધી યોજાયેલા લેન્ડ, નેવલ અને હોમલેન્ડ સિક્યુરિટી સિસ્ટમ્સ માટેના પ્રદર્શન “DEFEXPO-2022” દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને અનુરૂપ, CARACAL અને ICOMM ભારતીય બજાર તેમજ આંતરરાષ્ટ્રીય નિકાસ માટે સ્થાનિક રીતે ઉત્પાદિત નાના શસ્ત્રોના સંપૂર્ણ પોર્ટફોલિયોના વિકાસમાં ભાગીદારી કરશે.
ICOMMના ચીફ સુમંથ પી. એ જણાવ્યું હતું કે, “ભારતનો સંરક્ષણ ઉદ્યોગ સતત વિકાસ પામી રહ્યો છે. ભારતની “મેક ઇન ઇન્ડિયા” અને “આત્મનિર્ભર” ભારત પહેલને અનુરૂપ, ICOMM નું CARACAL (EDGE Group, UAE) સાથેનું જોડાણ વિશ્વભરમાં થઈ રહેલા ભૌગોલિક-રાજકીય ફેરફારોને ધ્યાનમાં રાખીને ભારતમાં સંરક્ષણ ક્ષેત્રને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક પગલું છે.
“ICOMM-CARACAL સહયોગ હેઠળ, નાના હથિયારોની સમગ્ર શ્રેણીનું ઉત્પાદન હૈદરાબાદમાં ICOMMના વિશ્વ-કક્ષાના ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન કેન્દ્રમાં કરવામાં આવશે. ICOMM હાલમાં, મિસાઇલો અને સબ-સિસ્ટમ્સ, કોમ્યુનિકેશન અને EW સિસ્ટમ્સ, રડાર, ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ કમ્પોઝીટ, લોટરિંગ મ્યુનિશન, શેલ્ટર, ડ્રોન અને કાઉન્ટર ડ્રોન સિસ્ટમ્સના ઉત્પાદનમાં માર્કેટ લીડર છે. સ્મોલ આર્મ્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અમારો પ્રવેશ અમારા માટે ગર્વની ક્ષણ છે.”
આ MoU વિશે ટીપ્પણી કરતા CARACAL ના CEO હમાદ અલામેરીએ જણાવ્યું હતું કે, “ભાગીદારીનું નિર્માણ કરવું અને ભારતીય બજારમાં સહયોગ માટે મૂલ્યવાન તકોની શોધ કરવી એ CARACAL ના મુખ્ય ઉદ્દેશ્યો પૈકી એક છે. અમે ICOMM સાથે આ તકો શોધવા માટે ઉત્સુક છીએ, જે એક ઉદ્યોગ-અગ્રણી તરીકે એન્જિનિયરિંગ અને સંરક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં ઉકેલો પૂરા પાડવાનો બહોળો અનુભવ ધરાવે છે.
“અમારા જોડાણ દ્વારા અમે ભાગીદારી બનાવવા માટે વધુ જ્ઞાનનો લાભ મેળવી શકીએ છીએ. આ ઉપરાંત ‘મેક ઇન ઇન્ડિયા’ વ્યૂહરચના માટે અમારા સમર્થનને વધુ મજબૂત કરવા માટે અમારી વ્યક્તિગત શક્તિઓનો વધુ સારો ઉપયોગ કરી શકીએ છીએ.”