બિઝનેસ

હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા ગુજરાતના સાપુતારામાં માર્ગ સુરક્ષા જાગૃતિ ઝુંબેશને પ્રમોટ કરે છે

2900થી વધુ શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોને માર્ગ સુરક્ષા શિક્ષણ સાથે સશક્ત બનાવવામાં આવ્યા

સાપુતારા, 13મી ફેબ્રુઆરી, 2025: હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (એચએમએસઆઈ) દ્વારા ગુજરાતના સાપુતારામાં માર્ગ સુરક્ષા જાગૃતિ ઝુંબેશનું આયોજન કરીને માર્ગ સુરક્ષા વાતાવરણ નિર્માણ કરવાના એકધાર્યા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલ થકી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદયા વિદ્યાલયના 2900થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોને માર્ગ સુરક્ષા બાબતે મહત્ત્વપૂર્ણ જ્ઞાનથી સુસજ્જ કરીને યુવાનો નાગરિકોમાં જવાબદાર માર્ગ વર્તન વિશે મૂલ્યવાન ઈનસાઈટ્સ આપવામાં આવી હતી.

યુવાનોમાં વહેલી ઉંમરે માર્ગ સુરક્ષાના શિક્ષણના મહત્ત્વને ઓળખતાં એચએમએસઆઈ દ્વારા જાગૃતિની પાર જવા અને સુરક્ષિત વ્યવહારો પ્રત્યે લાંબા ગાળાનું પરિવર્તન લાવવા પ્રોત્સાહન આપવા માટે આ ઝુંબેશ તૈયાર કરવામાં આવી છે. વહેલી ઉંમરે સુરક્ષિત રાઈડિંગ આદતો કેળવતાં વિદ્યાર્થીઓ સતર્ક માર્ગ ઉપભોક્તા બને છે, જે પછી તેમના પરિવારો અને સમુદાયોને સુરક્ષિત વ્યવહારો અપનાવવા માટે પ્રભાવિત કરે છે. નિયમિત રીતે શાળાઓ, કોલેજો અને સંસ્થાઓ- સરકારી અને બિન-સરકારી- સાથે સહભાગી થઈને એચએમએસઆઈ એવી સંસ્કૃતિ કેળવવા માગે છે જ્યાં માર્ગ સુરક્ષા ભાવિ પેઢીનો બીજો સ્વભાવ બનીને બધા માટે સુરક્ષિત ભવિષ્યને આકાર આપે.

સાપુતારાની ઝુંબેશમાં સહભાગી અને માહિતીસભર રીતે માર્ગ સુરક્ષા શિક્ષણ મળે તેની ખાતરી રાખવા માટે વિવિધ પ્રકારની ઈન્ટરએક્ટિવ પ્રવૃત્તિઓ તૈયાર કરવામાં આવી હતી. સહભાગીઓને સુરક્ષિત રાઈડિંગના પાઠ, ખતરો ભાંખવાની તાલીમ, માર્ગ સુરક્ષા ક્વિઝ, ગેમ્સ, હેલ્મેટ જાગૃતિ અને રાઈડિંગ ટ્રેનર સત્રોમાં સહભાગી કરવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિઓ માર્ગ સુરક્ષાના મહત્ત્વ પર ભાર આપવા સાથે કાયમી છાપ નિર્માણ કરીને સહભાગીઓ આ પાઠ તેમના દૈનિક જીવનમાં પણ પાલન કરે તેની ખાતરી રાખે તે રીતે તૈયાર કરવામાં આવી હતી.

એચએમએસઆઈ દ્વારા આ ઝુંબેશનું આયોજન કરવા ટેકો આપવા અને તેને સફળ બનાવવા માટે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદયા વિદ્યાલયનો આભાર માનવામાં આવ્યો હતો. આ સક્રિય સહભાગને કારણે 2900થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યો સુધી પહોંચીને જવાબદાર માર્ગ વર્તનને પ્રોત્સાહિત કરવાના એકત્રિત લક્ષ્ય પર ભાર આપવામાં આવ્યો હતો. આ ભાગીદારી સુરક્ષિત અને વધુ માહિતગાર સમુદાય નિર્માણ કરવા સંસ્થાઓ સાથે એકત્રિત કામ કરવાના મહત્ત્વને આલેખિત કરે છે.

મોજૂદ માર્ગ સુરક્ષા પહેલો થકી એચએમએસઆઈ દ્વારા ગુજરાત 3 લાખથી વધુ પુખ્તો અને બાળકો સુધી પહોંચીને માર્ગ પર જવાબદાર પસંદગી કરવા વ્યવહારુ જ્ઞાનથી તેમને સુસજ્જ કરવામાં આવ્યો હતા. ગુજરાત ઝુંબેશ બધા માટે સુસક્ષિત ડ્રાઈવિંગ અને રાઈડિંગની આદતોને પ્રોત્સાહન આપવા અને માર્ગ સુરક્ષા પર કાયમી છાપ છોડવાના એચએમએસઆઈના પ્રયાસમાં વધુ એક મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button