
સુરત: ત્રણ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા હોય તેવા ‘મા વાત્સલ્ય’ કાર્ડ કે ‘આયુષ્માન કાર્ડ’ ધારકોએ તત્કાલ કાર્ડ રિન્યુ કરાવી લેવા સુરત જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સુરત આરોગ્ય વિભાગનો અનુરોધ છે.
ત્રણ વર્ષ જૂના મા વાત્સલ્ય કે આયુષ્માન કાર્ડ રિન્યુ ન કરાવ્યા હોય એવા કાર્ડધારકો કાર્ડની સેવા શરૂ રાખવા માંગતા હોય તો કાર્ડધારકોએ નવો આવકનો દાખલો કઢાવી કાર્ડ રિન્યુ કરવાની પ્રક્રિયા કરવી ફરજિયાત છે. રાજ્યના પ્રત્યેક નાગરિકને આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી સત્વરે ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે,
ત્યારે આયુષ્યમાન કાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળી રહે અને સંકટ સમયે ઓચિંતી ભાગદોડ ન કરવી પડે તે માટે પોતાના નજીકના સરકારી દવાખાનામાં જઇને આયુષ્માન કાર્ડ રિન્યુ કરાવી લેવા આરોગ્ય વિભાગ, સુરત દ્વારા જાહેર જનતાને અપીલ કરાઈ છે.