એચડીએફસી સિક્યોરિટીઝે છેતરપિંડીભર્યા વોટ્સઅપ ગ્રુપ અને તેના જેવો ઢોંગ કરતા કૌભાંડો સામે ગ્રાહકોને સાવધાન કર્યા

સુરત – એચડીએફસી બેંકની પેટાકંપની અને અગ્રણી સ્ટોક બ્રોકિંગ કંપની એચડીએફસી સિક્યોરિટીઝ લિમિટેડે કંપની અને તેના કર્મચારીઓનો દેખાવ કરતા બનાવટી વોટ્સઅપ ગ્રુપ્સને સાંકળતી છેતરપિંડીભરી પ્રવૃત્તિઓમાં થયેલા વધારા સામે ગ્રાહકોને સાવચેત કર્યા છે. શેરબજારમાં સંકેતાત્મક, બાંયધરી આપતા કે ગેરંટેડ વળતર આપવાનો દાવો કરતા લોકો કે એકમો દ્વારા ઓફર કરાતી કોઈ સ્કીમ કે પ્રોડક્ટ સબ્સ્ક્રાઇબ ન કરવા અને ખૂબ જ સાવધાની રાખવા માટે એચડીએફસી સિક્યોરિટીઝે તમામ રોકાણકારોને વિનંતી કરી છે કારણ કે તે ગેરકાયદેસર છે.
આ ગ્રુપ ઊંચા વળતરનું વચન આપીને ગ્રાહકો પાસેથી સંવેદનશીલ માહિતી કઢાવી શકે છે અને ફંડ ટ્રાન્સફર કરી શકે છે. એચડીએફસી સિક્યોરિટીઝ તેના ગ્રાહકોને સાવધાન કરવા માંગે છે કે તે યુઝર આઈડી અને પાસવર્ડ જેવી ટ્રેડિંગને લગતી મહત્વની માહિતી કોઈને ન આપે. એચડીએફસી સિક્યોરિટીઝ વોટ્સઅપ કે અન્ય બિનઅધિકૃત ચેનલ્સ દ્વારા આધાર કે પાન કાર્ડની વિગતો સહિત કોઈ અંગત માહિતી માંગતી નથી. આ ઉપરાંત ગ્રાહકોને ઓફિશિયલ પ્લેટફોર્મ્સની બહાર ફંડ ટ્રાન્સફર માટે વિનંતી કરાતી નથી કે વોટ્સઅપ ગ્રુપમાં જોડવામાં આવતા નથી.
એચડીએફસી સિક્યોરિટીઝનો કસ્ટમર સર્વિસ નંબર 022-39019400 પર સંપર્ક કરો.