જ્ઞાનજ્યોત વિદ્યાલયના સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડમાં 27 અને A2 ગ્રેડમાં 86 વિદ્યાર્થી સાથે જ્વલંત સિદ્ધિ
વિજ્ઞાનપ્રવાહમાંA1 ગ્રેડમાં 02 અને A2 ગ્રેડમાં 28 વિદ્યાર્થી

સુરત : આજે સોમવારનાં રોજ જાહેર થયેલા પરિણામમાં ગોડાદરા સ્થિત જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં ધોરણ-12(સામાન્ય પ્રવાહ) માં A1 ગ્રેડ સાથે શાળાના 27 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ સાથે શાળાના 86 વિદ્યાર્થીઓ પ્રગતિ પર રહ્યાં છે.
શાળાના એવા તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમણે વાસ્તવમાં વિકલ્પ વિનાનો પરિશ્રમ કરી જે શ્રેયસ્કર સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે શાળા પરિવાર માટે પ્રસંશનીય છે. શાળાની કર્મઠ શિક્ષક ટીમની સહિયારી મહેનત વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પરિણામમાં પ્રત્યક્ષ થઇ છે. આવી ઉચ્ચતમ સફળતા પ્રાપ્ત કરવા બદલ તમામ વિદ્યાર્થીઓને શાળાના સંચાલક લાલજીભાઈ નકુમ ટ્રસ્ટી કિશોરકુમાર બાંભણીયા તેમજ ટ્રસ્ટીગણ અને સમગ્ર શાળા પરિવાર હાર્દિક અભિનંદન પાઠવે છે. 15 વિદ્યાર્થીઓ 100 / 100 માર્ક સાથે ઉતીર્ણ થયા છે.
(1) BEGWANI TEJAS :- STAT 100
(2) GAYAKWAD JAYESH :- STAT 100
(3) KARAN ANCHAL :- STAT 100
(4) MISHRA DIPIKA :- PSY 100
(5) PRAJAPATI JATINKUMAR :- STAT 100
(6) YADAV MONI :- STAT 100
(7) SUTHAR KUSUM INDERMAL :- STAT 100
(8) AHIR VISHALBHAI CHEETHARBHAI :- S.P/B.A 100
(9) BHAVSAR DHRUV SANJAYBHAI :- STAT 100
(10 )CHAUDHARI JAYANTIKUMAR NARESHBHAI :- STAT/ACC 100
(11) DHANGAN BHAVIKA PRAVINBHAI :- STAT 100
(12) HADIYA KAVITA HASMUKHBHAI :- STAT/ACC 100
(13) MOR KRUPALIBEN SUKHABHAI :- STAT 100
(14) RAVAL RIDDHI NITESHKUMAR :- STAT 100
(15) SHAH MEHUL SANTOSHBHAI :- STAT 100
જ્ઞાનજ્યોત વિદ્યાલય,ગોડાદરા,સુરતમાં અભ્યાસ કરતોભાવસાર ધૃવ સંજયભાઈ99.88પર્સન્ટાઈલ સાથે શાળામાં સામાન્ય પ્રવાહમાં પ્રથમ નંબરે ઉતીર્ણ થયો છે. આ દીકરાએ આન્કડાશાસ્ત્ર વિષયમાં 100 માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. ભાવસાર ધૃવ જણાવે છે કે મારા ગુરૂજનો તથા મારી માતાનો વિશેષ ફાળો છે.
વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડમાં 02 અને A2 ગ્રેડમાં 28 વિદ્યાર્થી
ગોડાદરા સ્થિત જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં ધોરણ-12(સાયન્સપ્રવાહ) માં A1 ગ્રેડ સાથે શાળાના 02 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ સાથે શાળાના 28 વિદ્યાર્થીઓ પ્રગતિ પર રહ્યાં છે.
જ્ઞાનજ્યોત વિદ્યાલય,ગોડાદરા,સુરતમાં અભ્યાસ કરતી ચૌહાણ યોગિતા લાલજીભાઈ99.66પર્સન્ટાઈલ સાથે શાળામાં વિજ્ઞાનપ્રવાહમાં પ્રથમ નંબરે ઉતીર્ણ થઈ છે.