નિરાલી હોસ્પિટલ ખાતે ગુજરાતના પ્રથમ રોબોટિક હિપ એન્ડ ની રિપ્લેસમેન્ટ સેન્ટરનો પ્રારંભ
નવસારી – નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના ફાઉન્ડર ચેરમેન, દાનવીર અને પદ્મવિભૂષણ એવોર્ડ વિજેતા શ્રી એ એમ નાઇકે ગુજરાતમાં પ્રથમ રોબોટિક એન્ડ ની રિપ્લેસમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું જે ઓર્થોપેડિક કેરમાં એક મહત્વપૂર્ણ હરણફાળ દર્શાવે છે. અત્યાધુનિક સેકન્ડ-જનરેશન CORI સિસ્ટમ સહિત આધુનિક ટેક્નોલોજીથી સજ્જ નિરાલી હોસ્પિટલ જોઇન્ટ રિપ્લેસમેન્ટ પ્રોસીજર્સમાં પરિવર્તન લાવવા અને દર્દીઓ માટેના પરિણામોમાં સુધારો લાવવાનું લક્ષ્ય રાખે છે.
નિરાલી હોસ્પિટલની વિસ્તૃત 500 બેડ સુવિધામાં જ આવેલું આ રોબોટિક જોઇન્ટ હિપ એન્ડ ની રિપ્લેસમેન્ટ સેન્ટર ઓર્થોપેડિક્સના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ રજૂ કરે છે. CORI સિસ્ટમ પર કેન્દ્રિત આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એક ચમત્કાર છે જે પરંપરાગત રોબોટિક પ્લેટફોર્મ્સથી તેને અલગ પાડે છે. અગાઉના મોડલ્સથી અલગ CORI સિટી સ્કેન અથવા એમઆરઆઈની જરૂરિયાત દૂર કરે છે, સર્જરીઓને સ્ટ્રીમલાઇન કરવા માટે ઇમેજલેસ ટેક્નોલોજી લાગુ કરે છે અને ચોક્સાઇને અભૂતપૂર્વ સ્તરે લઇ જાય છે.
આ પ્રસંગે શ્રી એ એમ નાઇકે જણાવ્યું હતું કે “અમે જરૂરિયાતોમંદોને મદદ કરવા માટે અને અમારા વિશ્વાસ થકી લોકોના જીવનમાં સુધારો લાવવા માટે સમર્પિત છીએ. આ મિશન પ્રત્યે પ્રતિબદ્ધ રહેતા અમે એ સુનિશ્ચિત કરવાનો અથાક પ્રયાસ કરીએ છીએ કે અમારા ટ્રસ્ટ સમાજની શ્રેષ્ઠ સેવા કરે.”
“અમારા ટ્રસ્ટ્સ હેઠળની હોસ્પિટલ્સ સ્કૂલ્સ અને સ્કીલિંગ સેન્ટર્સ, નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ અને નાઇક ચેરિટેબલ ટ્રસ્ટ છેક 2009થી આધુનિક હેલ્થકેર અને શિક્ષણ માટે અમારી અદ્વિતીય પ્રતિબદ્ધતા દર્શાવે છે. નિરાલી હોસ્પિટલ આજે હેલ્થકેર ઇનોવેશન પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાના પ્રમાણ તરીકે ઊભી છે જે ઓર્થોપેડિક કેરમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. રોબોટિક જોઈન્ટ હિપ એન્ડ ની રિપ્લેસમેન્ટ સેન્ટરના લોન્ચિંગ સાથે અમે આપણા સમુદાયને અપેક્ષાઓથી પણ આગળ વધે તેવી અદ્વિતીય સંભાળ અને પરિણામો પૂરા પાડવાની અમારી પ્રતિજ્ઞાનો પુનરોચ્ચાર કરીએ છીએ”, એમ શ્રી નાઇકે જણાવ્યું હતું.
આ સાહસને આગળ વધાવી રહેલા જાણીતા ઓર્થોપેડિક સર્જન ડો. નરેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે “રોબોટિક જોઇન્ટ હિપ એન્ડ ની રિપ્લેસમેન્ટ સેન્ટર ખાતેની ટીમનું નેતૃત્વ કરતાં હું સન્માનિત છું. અમારું લક્ષ્યાંક ઓર્થોપેડિક કેરના ધોરણોને પુનઃવ્યાખ્યાયિત કરવાનો અને દર્દીઓને લેટેસ્ટ ટેક્નોલોજી તથા અમારી સામૂહિક નિપુણતાનો લાભ આપીને અનન્ય પરિણામો પૂરા પાડવાનો છે.”
શ્રી નાઇકના નેતૃત્વ હેઠળ નિરાલી હોસ્પિટલ મેડિકલ ઇનોવેશનના અગ્રીમ મોરચે રહી છે અને સર્જિકલ પ્રિસિઝન અને દર્દીઓના સંતોષનો નવો યુગ લાવવા તથા ઓર્થોપેડિક સંભાળમાં નવા માપદંડો પુનઃવ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે.