જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ નું એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના માવજીભાઈ સવાણીના નિવાસ સ્થાને ભવ્ય સ્વાગત

સુરત : દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતી ચૈત્રી નવરાત્રી નિમિત્તે સુરત શહેરમાં પધાર્યા છે. જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન માવજીભાઈ સવાણીના પીપલોદ નિવાસસ્થાને મુલાકાત લીધી હતી.
એલ.પી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના માવજીભાઈ સવાણી, ધર્મેશભાઈ સવાણી, પૂર્વીબેન સવાણી અને સમગ્ર સવાણી પરિવારે જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું ભવ્ય સ્વાગત કર્યું હતું. નવરાત્રીના પાવન દિવસે સવાણી પરિવારના સભ્યોએ આદિ શંકરાચાર્યજીના દર્શન કર્યા હતા અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ શુભ અવસર પર સુરત શહેરના ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગને માણ્યો હતો.

દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ નવરાત્રી અનુષ્ઠાન, સત્સંગ પ્રવચન અને દર્શનાર્થે સુરતના અડાજણ પાલ રોડ સ્થિત બંગલે 9 એપ્રિલથી 17 એપ્રિલ સુધી નવ દિવસ માટે પધાર્યા છે.



