શ્રી રામ જાનકી પરિવાર દ્વારા વિશાળ ભજન સંધ્યાનું આયોજન
અગ્રસેન ભવનના પંચવટી હોલમાં 16 એપ્રિલના રોજ 12 માં વાર્ષિક કાર્યક્રમનું આયોજન
સુરત: શહેરના અગ્રસેન ભવનમાં 16 એપ્રિલના રોજ 12માં વાર્ષિક ઉત્સવ દરમિયાન શ્રી રામ જાનકી પરિવાર દ્વારા વિશાળ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂજ્ય અનુપજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિશાળ ભજન સંધ્યામાં દિલ્હીથી શીતલ પાંડે, સુરતથી મુકેશ દધીચ, બરોડાથી અતુલજી પુરોહિત સુંદરકાંડ નું પાઠ વાંચવા ઉપસ્થિત રહેશે.
શ્રી રામ જાનકી પરિવાર સુરત તરફથી 15 અને 16 એપ્રિલે મહેંદીપુર બાલાજીનો કાર્યક્રમ યોજાશે. અતુલજી પુરોહિત બરોડાથી 16મીએ સવારે સુંદરકાંડના પાઠ માટે આવશે. મેહદી પુર બાલાજી નું ભજન સંધ્યામાં સ્થાનિક ગાયક મુકેશ દધીચ હશે. દિલ્હીથી શિતલ પાંડેનું ભજન થશે. ત્યારબાદ છપ્પનભોગ, મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કોઈપણ સમાજના લોકો લાભ લઇ શકશે.
ગુરુ મહારાજ અનુપજી શર્મા ખાસ ઉપસ્થિત રહેશે. અનુપજી મહારાજ અગ્રસેન ભવનમાં 15 અને 16 એપ્રિલ ના રોજ રાધિકા નિવાસ માં ઉપસ્થિત રહેશે જે લોકોને સમસ્યાઓ હોય તેઓ ગુરુજી અનુપજી મહારાજને મળે અને તેમની સમસ્યાઓ જણાવે, જેનાથી તેમને ઘણો ફાયદો થશે. જેઓ તેમના દર્શનનો લાભ લેવા માંગતા હોય તેઓ આ કાર્યક્રમમાં આવી શકે છે. બે દિવસીય કાર્યક્રમનો હેતુ લોકોને બાલાજી મહારાજ અને ગુરુજી મહારાજ સાથે જોડવાનો અને તેમના દર્શનનો લાભ લેવાનો છે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ સી.આર. પાટીલ કિશોરભાઈ બિંદલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ બારમો વાર્ષિક ઉત્સવ છે.
દરેક સમાજના લોકો આ કાર્યક્રમનો લાભ લે. 15 અને 16ના રોજ અગ્રસેન ભવનના પંચવટી હોલમાં સુરતવાસીઓ ઉપસ્થિત રહેશે. આ દરમિયાન તેમના દર્શનનો લાભ લો અને તમારી સમસ્યાઓ તેમની સામે મુકો અને સમસ્યામાંથી મુક્તિ મેળવો.