ગુજરાત

વડોદરામાં ‘વાહન’ દ્વારા રિક્રૂટર્સ માટે ફ્રી સેમિનાર યોજાયો

રિક્રૂટર્સને માર્ગદર્શન અને રિક્રૂટમેન્ટ ઇન્ડસ્ટ્રીની નવી તકો અંગે માહિતી આપી

વડોદરાઃ બ્લ્યુ કોલર રિક્રૂટમેન્ટમાં દેશની અગ્રસેર એવી વાહન ટેક્નોલોજી દ્વારા રિક્રૂટર્સ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રિક્રૂટમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અને રિક્રૂટમેન્ટનો વ્યવસાય શરૂ કરવા ઇચ્છતા સભ્યોએ ભાગ લીધો હતો. વાહન ટેક્નોલોજી દ્વારા રિક્રૂટર્સને AI અને મશિન લર્નિંગ ટૂલ્સની મદદથી રિક્રૂટમેન્ટની સરળ અને ઝડપી પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હતી. ટેક્નોલોજીની મદદથી માત્ર ગણતરીના ડોક્યુમેન્ટ સાથે સરળ ભરતી પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ વાહન ટેક્નોલોજીના પાર્ટનર બનવા અંગે પણ આહ્વાન કરવામાં આવ્યું હતું.

વાહન ટેક્નોલોજીના સપ્લાય અને એક્વિઝિશન હેડ સિદ્ધાર્થ ચૌહાણે કહ્યું કે વાહન ટેક્નોલોજીના રિક્રૂટિંગ પાર્ટનર બનવું ખૂબ જ સરળ છે. સહાયક વ્યાપારી શરતો, કોઇ પણ ડિપોઝિટ અથવા તો સાઇન અપ ફી નહીં, મહિનામાં ત્રણ વખત ચોક્કસ તારીખે ચૂકવણી, દર મહિને માગને સંતોષવા સાથે ભાગીદારોને સફળ અને નફાકારક વ્યવસાય વિકસાવવામાં મદદરૂપ થશે.

વાહન ભાગીદારોને તાલીમ અને કૌશલ્ય નિર્માણમાં મદદ કરે છે. વાહને એક સિસ્ટમ તૈયાર કરી છે. જેનાથી સપ્લાય સાઇડ અને કસ્ટમર સાઇડની માગને સંતોષી શકાય છે.  સાથે જ ઓછા સમયમાં વધારે પ્લેસમેન્ટ કરીને નાણા બચાવી શકાય છે. ટેલિકોલરનું ટર્ન ઓવર ઓછું કરીને નોકરીની જટીલ પ્રક્રિયા સરળ બનાવી શકાય છે.

વાહન ટેક્નોલોજી બ્લ્યુ કોલર રિક્રૂટમેન્ટમાં અગ્રેસર છે. ઝોમેટો, સ્વિગી, બ્લિનકિટ, ઝેપ્ટો, ડોમિનોઝ, ઉબેર જેવી બ્રાન્ડ્સ સાથે કામ કર્યું છે. નીતિ આયોગના મતે 2030 સુધીમાં ગીગ વર્કર્સ 2.3 કરોડને આંબી જશે, જે 2002થી 2030 સુધીમાં ગીગ વર્કર્સમાં 200 ટકાની વૃદ્ધિ થશે. જે લોકો રિક્રૂટમેન્ટ વ્યવસાય સાથે જોડાયેલા છે અને જે લોકો આ વ્યવસાય શરૂ કરવા માગે છે તેમના માટે આ શ્રેષ્ઠ સમય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button