મહિધરપુરાની મોક્ષ જવેલર્સમાં મેને્જર દ્વારા ૫૬ લાખની ઠગાઈ
ત્રણ મિત્રો મારફતે કમિશનથી માર્કેટમાં સોનીને સોનુ વેચાણ કયુ
મહિધરપુરા હાટ ફળિયુ શ્રીજી બિલ્ડિંગમાં આવેલ મોક્ષ જવેલર્સ નામની જવેલરી મેન્યુફેક્ચરીંગની કંપનીના મેનેજર ત્રણ મહિના દરમ્યાન ટુકડે ટુકડે કરી કુલ રૂપિયા ૫૬ લાખના મતાના ૧૨૪૪.૮૬૪ ગ્રામ સોનું ચોરી કરી ત્રણે મિત્રો મારફતે સોનીને વેચી કંપની સાથે છેતરપિંડી કરી હતી. મેનેજર સોનું વેચી આપવાના બદલામાં તેના મિત્રોને કમિશન પણ આવ્યું હતું. બનાવ અંગે મહિધરપુરા પોલીસના જણાવ્યા મુજબ પાલ ઍલ.પી.સવાણી રોડ ક્રિય રેસીડેન્સીમાં રહેતા સંજયભાઈ રસીકલાલ શાહ મહિધરપુરા હાટ ફળિયુ શ્રીજી બિલ્ડિંગના બીજા માળે છેલ્લા બારેક મહિનાથી મોક્ષ જવેલર્સના નામે જવેલરી મેન્યુફેક્ચરીંગનું કામકાજ કરે છે. આ પહેલા તેઑ નંદુડોશીન વાડી થાતે મોક્ષ જવેલરીના નામે ધંધો કરતા હતા.
મહિધારપુરા ખાતે આવેલ કંપનીમાં ૧૮ કારીગર સહિત ૨૪ જણાનો સ્ટાફ છે. સંજયભાઈઍ કંપનીના મેનેજરમાં મુંબઈના હીરાબજારમાં દલાલીનું કામ કરતા અને કંપનીના ભાગીદાર શિલ્પાબેનના મિત્રના ભાણેજ જિગ્નેશ છગન ડોંડા રહે, આનંદનગર સોસાટી હિરાબાગ ને રાખ્યો હતો. જિગ્નેશ ડોંડા છેલ્લા ચાર વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતો હતો અને કંપનીનો તમામ હિસાબ સંભાળતો હોવાથી વિશ્વાસુ હતો.
દરમ્યાન ગત તા ૧૩ સપ્ટેમ્બરના રોજ સંજયભાઈઍ જિગ્નેશને ફોન કરી દિવસ દરમ્યાન હિસાબ માંગ્યો હતો ત્યારે જિગ્નેશ અડધા કારીગરનો હિબાસ આવ્યો હતો અને પોતે આજે રાત્રે રણુજા જવાનું છે અને કાલે આવી જઈશ અને બાકીના કારીગરોના બિસાબ પુરો કરી દેવાનું કહી ફોન કાપી નાંખ્યો હતો. બીજા દિવસે સંજયભાઈ ઓફિસમાં ગયા ત્યારે કારીગરો સહિતના સ્ટાફના માણસોની હાજરીમાં જિગ્નેશ ડોંડા હીસાબનો ડબ્બો સાઈટમાં મુક્યો હતો. બે દિવસ પછી પણ જિગ્નેશ ઓફિસમાં આવ્યો ન હતો અને ફોન પણ ઉપાડતો ન હતો. જેથી સંજયભાઈઍ સ્ટાફની હાજરીમાં જિગ્નેશનો હિસાબનો ડબ્બો ખોલી સોનાનું વજન કરતા ૧૨૪૪.૮૬૪ ગ્રામ સોનાનું વજન ઓછું નિકળ્યું હતું.
જિગ્નેશ ૨૪મી સપ્ટેમ્બરના રોજ સુરત આવ્યો હોવાની ખબર પડતા ફરીથી ફોન કર્યો હતો પરંતુ ફોન નહી ઉપાડતા સંજયભાઈઍ તેના મામા ચંદુભાઈ તુલસીભાઈ પટેલને ફોન કરી તમામ હકીકત જણાવતા તેઓ જિગ્નેશને લઈને ઓફિસમાં આવ્યા હતા. ત્યારે જિગણેશે પોતે ૧૫૦ ગ્રામ સોનું કાઢી લીધુ હોવાનુ જણાવ્યૂ હતું જાકે સંજયભાઈ અને તેના મિત્રઍ કડડરીતે પુછપરછ કરતા ત્રણ મહિનામાં ટુકડે ટુકડે કરી સોનું ચોરી કયું હોવાની કબુલાત કરી હતી. અને આ સોનું જયદીપ ગલોલીયા, મેહુલ ભાંમર, અને હિતેશ મકવાણાને મારફતે અલગ અલગ માણસોને વેચાણ કર્યાની કબુલાત કરી હતી.
જેમાં જયદીપ મારફતે જલ્પેશ ઉર્ફે લાલો નામનો સોનીને, મેહુલે મહિધરપુરામાં સુનીલ નામના સોનીને જયારે હિતેશ કાપોદ્રામાં ભગુનગરમાં સોનીને સોનુ વેચ્યુ હોવાની કબુલાત કરી હતી. સોનુ વેચવાના બદલામાં મેહુલ અને હિતેશને કમિશન પણ આપ્યું હતુ. જિગ્નેશ ડોંડાએ ત્રણ મહિનામાં કંપનીમાંથી ૧૨૪૪.૮૬૮ ગ્રામ સોનું ૨૨ કેરેટના કિંમત રૂપીયા ૫૬,૦૦,૦૦૦ થાય છે જે ચોરી કરી તેના પૈસા પોતાના અંગતકામોમાં વાપરી નાંખ્યા હતા. બનાવ અંગે પોલીસે સંજ શાહની ફરિયાદ લઈ જિગ્નેશ ડોંડા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.