સુરત શહેરમાં પ્રથમ વખત 971 થી વધુ આરાધકો એક સાથે 47 દિવસનું ઉપધાન તપ કરશે
વેસુ વિસ્તારમાં સિદ્ધિપથ દર્શક શ્રી ઉપધાન તપોત્સવ નું આયોજન સાથે 23 સમૂહ દીક્ષા ઉપરાંત વિવિધ કાર્યક્રમો યોજાશે.

સુરત : ધાર્મિક નગરી સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ બલર ફાર્મ ખાતે તપોભૂમિ યશોકૃપા નગરી ખાતે અસારા નિવાસી કોરડીયા ભારમલભાઈ માલજીભાઈ પરિવાર દ્વારા સિદ્ધિપથ દર્શક શ્રી ઉપધાન તપોત્સવનું 24 મી ઓક્ટોબર 2023 થી આયોજન કરવામાં આવ્યું છે. ભક્તિયોગાચાર્ય પ.પૂ.આ.ભ.શ્રી યશોવિજય સૂરીશ્વરજી મ.સા., શાસ્ત્ર સંશોધક ,સરસ્વતી લબ્ધપ્રસાદ પ.પૂ.આ.ભ.શ્રી રત્નસુંદર સૂરીશ્વરજી મ.સા. આદિ વિશાળ શ્રમન શ્રમની વૃંદની નિશ્રામાં અહીં 971 થી વધુ આરાધકો 47 દિવસનું ઉપધાન તપ અને 23 સામૂહિક દીક્ષા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
ભારમલભાઈ માલજીભાઈ પરિવારના સભ્યો જયંતીલાલ કોરડીયા, દિનેશભાઈ કોરડીયા, રસિકભાઈ કોરડીયા, મુક્તિલાલભાઈ કોરડીયા અને પ્રવીણભાઈ કોરડીયા દ્વારા પત્રકારોને સિદ્ધિપથ દર્શક શ્રી ઉપધાન તપોત્સવ કાર્યક્રમ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે સુરત શહેરમાં પ્રથમ વખતજ 971 થી વધુ આરાધકો એક સાથે 47 દિવસનું ઉપધાન તપ કરશે. આ 47 દિવસ દરમિયાન સાધુ જીવન જીવવાનું રહેશે જેમાં કોઈ પણ પ્રકારની ભૌતિક સુવિધા નો લાભ લઈ શકાશે નહીં. 47 દિવસ સુધી ધાર્મિક ગતિવિધિઓ તેમજ પ્રવચનો સાંભળીને રાત્રિ નિવાસ પણ અહીં જ કરવાનો રહેશે. 47 દિવસ દરમિયાન આરાધકોની દર 48 કલાકમાં એક જ વખત ભોજન ગ્રહણ કરીને સાધુ જીવન જેવુજ સાધુ જીવન જીવવાનું રહેશે સામાન્ય જીવન જીવનારા જૈન સમાજના આરાધકોને 47 દિવસ સુધી સાધુ જીવન જીવશે.
ઉપધાન તપ માં સામેલ થવા માટે અમેરિકા દુબઈ મુંબઈ ઇન્દોર સહિત દેશ વિદેશના વિભિન્ન શહેરોમાંથી આરાધકો અહીં આવવાના છે આયોજકો દ્વારા સાધકો માટે રહેવા જમવા અને આધ્યાત્મિક પ્રવૃત્તિ માટે દોઢ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં વિવેધ મંડપો બનાવવામાં આવ્યા છે.
47 દિવસ સુધી ચાલનારા સિદ્ધિપથ દર્શક શ્રી ઉપધાન તપોત્સવ માં 23 ઓક્ટોબર 2023 સોમવારના દિવસે સવારે 6:00 કલાકે યશોકૃપા નગરી નું ઉદ્ઘાટન પરમતાક પરમાત્માનો તથા પૂજ્ય ગુરુ ભગવંતોનો પ્રવેશ થશે ત્યારબાદ સાંજે 7:00 કલાકે ઉપધાન તપની ભાવયાત્રા દરમિયાન અતુલભાઇ દાઢી (મુંબઈ) સંવેદના વ્યક્ત કરશે.
24મી ઓક્ટોબર મંગળવારે સવારે સાત કલાકે ઉપધાન તપના આરાધકોનો મંગલ પ્રવેશ યશોકૃપા નગરી ખાતે પ્રથમ પ્રવેશ થશે અને દ્વિતીય પ્રવેશ 26 ઓક્ટોબર 2023 થી થશે. અને 29 મી નવેમ્બર 2023 ના રોજ સવારે સિદ્ધિપથ દર્શક શ્રી ઉપધાન તપોત્સવ અંતર્ગત 23 દીક્ષા ના કાર્યક્રોમો ની શરૂઆત કરવામાં આવશે જેમાં 8:30 કલાકે ગુરુ ભગવંતો તથા દીક્ષાર્થીનો યશોકૃપા નગરીમાં પ્રવેશ થશે અને સાંજે સંયમ શણગાર, બહુમાન સમારોહ તથા દીક્ષાથી બહેનોનો હૃદય ઉદગાર થશે. 30 નવેમ્બર 2023 ના રોજ વરસીદાન યાત્રા, અંતિમ વાયણું, મહા આરતી, સંયમ તડપન તથા દીક્ષાથી ભાઈઓના હૃદય ઉદગાર થશે.
એક ડિસેમ્બર 2023 ના રોજ સવારે 05:30 કલાકે દીક્ષા વિધિ નો પ્રારંભ થશે. ત્યારબાદ પંચદ દિવસીય માળા રોપણ ઉત્સવ અને 9 ડિસેમ્બરે પૂજન 10 ડિસેમ્બરે મહેંદી રસમ 11 ડિસેમ્બરે ઉપધાન તપના આરાધકો નું બહુમાન થશે. 12 ડિસેમ્બરે ઉપધાન તપના આરાધકોની જાજરમાન શોભાયાત્રા નીકળશે. 13મી ડિસેમ્બર 2023 ના રોજ સવારે ઉપધાન તપના આરાધકો ની મોક્ષમાળા વિધિ પ્રારંભ થશે.