ફોગવાએ ઉર્જા મંત્રી અને ડીજીવીસીએલના અધિકારીઓ સાથે વીજળી સંબંધિત સમસ્યા અંગે બેઠક યોજી હતી
આજરોજ ફોગવા ના પ્રમુખશ્રી અશોકભાઈ જીરાવાલા ના નેતૃત્વ મા સુરત અને સુરત ની આસપાસ DGVCL ના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારો જેવા કે કીમ-કરંજ પીપોદરા, સાયણ અને ગોથાણ,જોલવા, પલસાણા, હોજીવાલા અને સચીન ની વિવિધ સોસાયટી ના પ્રમુખશ્રીઓ સાથે રાજ્યકક્ષા ના ઉર્જા મંત્રીશ્રી મુકેશભાઈ અને DGVCL ઉચ્ચ કક્ષા ના પદાધિકારીઓ સાથે કલેક્ટર ની કચેરીમાં આજરોજ મિટિંગ થઈ હતી.
આ મિટિંગ વિવિધ વિસ્તાર ના પ્રમુખશ્રીઓએ છેલ્લા 3 માસ થી નવા વીજ જોડાણ, હયાત વીજ જોડાણ માં લોડ માં વધારા માં વિલંબ તથા વીજ જોડાણ ની નવી અરજી સ્વીકારાતી નથી તે અંગે ની રજુઆત કરવા માં આવી હતી.તદુપરાંત ગુણવત્તા રહિત વીજ પુરવઠા ની પણ રજુઆત થઈ હતી.
મંત્રી દ્વારા ઉદ્યોગકારો ની વેદના અને વ્યથા સાંભળી હતી અને તમામ સમસ્યા ના ઉકેલ માટે એક્શન પ્લાન બનાવી આ સમસ્યા ના તાત્કાલિક ઉકેલ ની ખાત્રી આપવા માં આવી હતી.તમામ જવાબદાર અધિકારીઓને આ અંગે ઘટતું કરવા તાકીદ કરવા માં આવી છે. જ્યાં સ્ટાફ અને માલસામગ્રી જેવી કે ટ્રાન્સફોર્મર, કૅબલ અને થાંભલા ના અભાવે કામ અટકતું હોઈ ત્યાં જરૂરી સ્ટાફ અને આ માલસામગ્રી ની વ્યવસ્થા કરવાની કડક સૂચના આપવા માં આવી છે . ઉર્જા મંત્રીશ્રી અને Dgvcl ના પદાધિકારીઓ સાથે ની ઉદ્યોગકારો ની આ મિટિંગ ખુબજ સુખદ રહી હતી