સુરત જીતો બિઝનેસ નેટવર્કની પાંચમી વર્ષગાંઠ : મોતીલાલ ઓસવાલ ની ઉપસ્થિતિ
જેબીએન સભ્યોને શેરબજારના ભવિષ્ય અંગે મોતીલાલ ઓસવાલે માર્ગદર્શન આપ્યું

સુરત : પાલ સ્થિત પાર્ક ઇન રેડિશન સામે સુમેરુ બેન્કવેટમાં જેબીએન સુરતની પાંચમી એનિવર્સરી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સીએ મોતીલાલ ઓસવાલ હાજર રહી જીતો નાં સભ્યોને સંબોધન કર્યું હતું.
મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસ ના ફાઉન્ડર સીઈઓ અને એમડી મોતીલાલે જણાવ્યું હતું કે જીતો પરિવારના આમંત્રણથી સુરત જેબીએમની એનિવર્સરી કાર્યક્રમમાં હાજર રહ્યો છું. આવા સામાજિક કાર્યક્રમમાં આઈડિયા શેર કરી ગેટ ટુ ગેધર દ્વારા સમાજ માટે કઈ કરવાનો મોકો મળે છે. જેબીએન નેટવર્ક થી બિઝનેસ વધે છે તેનાથી દેશના ઘણા લોકોને ફાયદો મળે છે. સુરત બહુ મોટું સેન્ટર છે ઘણા સમાજો બિઝનેસ ઓ છે. સારો સમાજ બને સારો નાગરિક બને તે માટે નોલેજ શેર કરીએ છીએ. ભારત વર્તમાનમાં વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે જે ઝડપથી વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ જઈ રહ્યું છે. એકબીજાના સંપર્ક નોલેજ મદદ સપોર્ટ થી દેશનો આર્થિક અને સામાજિક વિકાસ ઝડપથી થશે.
આ કાર્યક્રમ અંગે અલ્પેશ બાબુલાલ માંડોત જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જીતો સંસ્થાનાં જેબીએન પ્રોગ્રામના કન્વીનર છે તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે જીતો જેબીએન સુરતના પાંચ વર્ષ પૂર્ણ થતા આજે ભવ્ય કાર્યક્રમનું આયોજન સુમેરુ બેન્કવેટ ખાતે કરવામાં આવ્યું.
જૈન ભાઈઓ જે બિઝનેસમાં માહેર હોય છે તે બિઝનેસને સારું સ્વરૂપ આપીને સારા ઉદ્યોગપતિઓ એકબીજાના ઉદ્યોગને પ્રમોટ કરે તે ઉદ્દેશ્ય સાથે જેબીએન ચાલુ કરવામાં આવ્યું હતું
જેબીએન વર્લ્ડ વાઈડ ચાલુ છે. સુરતમાં જેબીએનનાં સભ્ય હોય તે સમગ્ર વિશ્વમાં જીતો જેબીએન મારફત પોતાનો બિઝનેસ કરી શકે છે. જેબીએન એવું પ્લેટફોર્મ છે કે જ્યાં કોઈ પણ જૈનબંધુ આવી પોતાનો બિઝનેસ ડેવલપ કરી શકે છે.
મોતીલાલ ઓસવાલ પ્રથમ વખત સુરત જેબીએન કાર્યક્રમમાં હાજર રહી સુરતના જેબીએન સભ્યોને સંબોધન કર્યું. ગત પાંચ વર્ષમાં સુરત જીતો જેબીએન ના ત્રણ ચેપ્ટર શરૂ કર્યા આવનારા 50 વર્ષમાં શું કરી શકાય તે અંગેનું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે. સુરત સિવાય રાજ્યના કે દેશના કોઈપણ વિસ્તારના જૈનબંધુઓ જેબીએન નેટવર્ક સાથે જોડાઈ શકે છે.
સી.એ.ધ્રુવ મોરડીયા સમગ્ર ગુજરાત જીતો બિઝનેસ નેટવર્ક સંભાળી રહ્યા છે. જેબીએન સુરત ચેપ્ટર ના પાંચ વર્ષ પૂર્ણ થતા આજે 700 જેટલા સભ્યો ભેગા થઈ એનિવર્સરી ની ભવ્ય ઉજવણી કરી. આ ઉજવણી દરમિયાન રાજેશ ચંદનજી સમગ્ર જેબીએન ભારતના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા તેઓ ટ્રેડેક્સ સ્પીકર પણ છે.
ટોપ 100 બીલીનીયર્સ ની યાદીમાં જેમનો સમાવેશ થાય છે અને 35,000 કરોડનું ટર્નઓવર ધરાવતા મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસીસના ફાઉન્ડર સીઈઓ અને એમડી મોતીલાલ જી ઓસવાલ પણ આજે સુરતમાં હાજર રહી જેબીએન સભ્યોને સંબોધન કર્યું હતું.
મોતીલાલજી ઓશવાલય સુરત જેબીએન સભ્યોને આવનારા પાંચ વર્ષમાં શેર માર્કેટ ક્યાં જવાનો છે તે અંગેની જાણકારી આપી હતી. મોતીલાલ જી ઓસવાલ દ્વારા શેર માર્કેટના વિભિન્ન ક્રાઈટેરિયા અંગે આપવામાં આવેલી માહિતી રોકાણકારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.