સુરતના સ્પ્રિંગ વેલીના ગરબામાં પારિવારિક માહોલ
સુરતના સ્પ્રિંગ વેલી માં ગરબા કાર્યક્રમનો આયોજન ચાલી રહ્યું છે. આ આયોજનમાં પારિવારિક માહોલ ની સાથે પારંપરિક કાઠીયાવાડી ગરબા રમવામાં આવે છે. લોકો ભારે ઉત્સાહ થી સ્પ્રિંગ વેલી ના ગરબા માં ભાગ લઈ રહ્યા છે.
સ્પ્રિંગ વેલી ના પ્રેસિડેન્ટ અનિલ જૈને બતાવ્યું કે કોરોના કાળના ત્રણ વર્ષ પછી સ્પ્રિંગ વેલિમાં આ વર્ષે ગરબાનો આયોજન ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે. લોકો ભારે ઉત્સાહાની સાથે ગરબામાં ભાગ લઈ રહ્યા છે. અને ગરબા રમવા વાળા નાના છોકરા છોકરીઓ થી લઈ યુવાનો હોય કે વૃદ્ધો દરેક માટે ઇનામ રાખવામાં આવેલ છે જે પણ સરસ ગરબા કરશે એને ઇનામ આપવામાં આવશે.
સ્પ્રિંગ વેલી ના પ્રેસિડેન્ટે લોકોને સંદેશ આપતા કહ્યું કે જો સ્પ્રિંગ વેલી ની જેમ કોઈપણ સોસાયટીમાં લોકો મળીને રહેતા હોય અને કાર્યક્રમ આયોજિત કરતા હોય તો એ કાર્યક્રમ સફળ તો થવાનું છે અને એ કાર્યક્રમને ખુબ જ સારા પ્રતિસાદ પણ મળશે .
આ સાથે તેમને સુરતવાસીઓને સ્પ્રિંગ વેલી ના ગરબા માં જોડાવા માટે આમંત્રિત પણ કર્યો. કરવાના ધોરણ સ્કેટિંગ એરિયામાં 6:30 થી 9:30 વાગે સુધી ભોજનનું પણ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે. સ્પ્રિંગ વેલી માં ગરબા રાત્રે 8:30 વાગે પછી શરૂ થાય છે અને લોકો ખૂબ જ ભક્તિ ભાવ અને ઉત્સાહથી ભાગ લે છે.