બિઝનેસ

નિર્યાતકારોને EEPC, DGFT, DIC, ECGC, MSME, બેન્ક વગેરેની નિકાસ પ્રોત્સાહન માટેની યોજનાઓ વિષે મહત્વનું માર્ગદર્શન અપાયું

નિકાસ, ફેમા માર્ગદર્શિકા અને નિકાસ સંબંધિત બેન્કીંગ સમસ્યાઓ અને તેના ઉકેલો માટે આરબીઆઈના મુખ્ય દિશાનિર્દેશો પર ઇન્ટરેકટીવ સેશન યોજાયું

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ, કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મંત્રાલય અને EEPC INDIA ના સંયુકત ઉપક્રમે કેપેસિટી બિલ્ડીંગ કાર્યક્રમના ભાગરૂપે બુધવાર, તા. ૧ર ઓકટોબર, ર૦રર ના રોજ  સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘નિકાસ, ફેમા માર્ગદર્શિકા અને નિકાસ સંબંધિત બેન્કીંગ સમસ્યાઓ અને તેના ઉકેલો માટે આરબીઆઇના મુખ્ય દિશા નિર્દેશો’વિષે ઇન્ટરકેટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ફેકલ્ટી તરીકે ભારત અને વિદેશની અગ્રણી બેન્કો સાથે ર૦ વર્ષથી વધુની કામગીરીનો અનુભવ ધરાવતા ઠાણેની ન્યુમેરોયુનો બિઝનેસ કન્સલ્ટન્ટ્‌સ ટ્રેનર એન્ડ કન્સલ્ટન્ટ કે. સુબ્રમણ્યન દ્વારા નિર્યાતકારો અને આયાતકારોને EEPC, DGFT, DIC, ECGC, MSME, બેન્ક વગેરેની નિકાસ પ્રોત્સાહન માટેની યોજનાઓ વિષે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દેશમાંથી એકસપોર્ટ વધે તે માટે ઘણા પ્રયાસ કરી રહી છે. એકસપોર્ટ વધે તે હેતુથી એકસપોર્ટર્સને પ્રોત્સાહત આપવા માટે પણ વિપુલ તકો ઉભી કરવામાં આવી રહી છે. આજના સેશનમાં એકસપોર્ટ અને ઇમ્પોર્ટ માટે જે પણ મુશ્કેલીઓ ઉભી થાય છે તેના નિવારણ વિષે મુખ્ય વકતા તરફથી મહત્વનું માર્ગદર્શન મળી રહેશે.

મુખ્ય વક્તા કે. સુબ્રમણ્યને જણાવ્યું હતું કે, કોઈપણ પ્રોડકટ એકસપોર્ટ કરવા માટે મુખ્યત્વે એકસપોર્ટર, ઈમ્પોર્ટર, એકસપોર્ટર બેન્ક, ઈમ્પોર્ટર બેન્ક, આરબીઆઈ, ડીજીએફટી, ઇન્સ્યુરન્સ, ઇન્સ્પેકશન, ચેમ્બર ઓફ કોમર્સ અથવા સ્થાનિક એસોસીએશન, ઈસીજીસી અને ગુડ્‌સનું વેલ્યુએશન ચેક કરવા કસ્ટમ્સ જરૂરી છે. પ્રોડકટ એકસપોર્ટ થાય એટલે કસ્ટમ્સ દ્વારા આરબીઆઈને જાણ કરવામાં આવે છે.

એકસપોર્ટ કરવા માટે જ્યારે શીપીંગ બીલ ફાઈલ થાય છે ત્યારે એકસપોર્ટર દ્વારા ભારતમાં સમય મર્યાદામાં, ચોક્કસ ખરીદદાર પાસેથી અને ઓથોરાઇઝ ડીલર (બેન્ક) પાસેથી વિદેશી હુંડીયામણ લાવવા કમીટમેન્ટ આપવામાં આવે છે. આ કમીટમેન્ટ જ્યારે ફૂલફીલ થતા નથી ત્યારે વિવિધ મુશ્કેલીઓ ઉભી થાય છે.

ફેમા અંતર્ગત ખૂબ સરળતાથી ધ્યાન રાખવામાં આવે અને નિયમોનું પાલન કરવામાં આવે તો આરબીઆઇના ધારાધોરણમાં મુશ્કેલી ઉભી થતી નથી અને આરબીઆઇની બ્લેકલિસ્ટમાંથી બચી શકાય છે તેમ તેમણે એકસપોર્ટરોને જણાવ્યું હતું.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર– સુરતના એમએસએમઇ ડેસ્કના એકઝીકયુટીવ આર્શેય શાહે ઉધોગ સાહસિકોને બિઝનેસ સ્થાપિત કરવા માટે જે કેપિટલ સબસિડી આપવામાં આવે છે તેના વિષે માહિતી આપી હતી. હાલમાં જ ગુજરાત સરકારે આત્મનિર્ભર યોજના અમલમાં મૂકી છે તેના વિષે પણ ચર્ચા કરી હતી.

સુરતના ડેપ્યુટી ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દર્શન પરાતે દ્વારા એક્‌સપોર્ટર્સને ફોરેન ટ્રેડ ડેવલપમેન્ટ એક્‌ટ એન્ડ ફોરેન ટ્રેડ પોલિસી વિષે માહિતી આપવામાં આવી હતી. એક્‌સપોર્ટર્સને ડીજીએફટી કઈ રીતે મદદ કરે છે તેના વિષે જાણકારી આપી હતી.

ઈસીજીસી લિમિટેડ સુરતના બ્રાંચ મેનેજર અનિલ ચૌહાણ દ્વારા એકસપોર્ટર્સ માટેના શોર્ટ ટર્મ કવર્સ અને સર્વિસ નેટવર્ક વિષે માહિતી આપી હતી. કોટક મહિન્દ્રા બેન્કના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અજય બુટે અને એસોસીએટ વાઇસ પ્રેસિડેન્ટ ગવિન પેરીરાએ તેઓની બેન્ક દ્વારા આપવામાં આવતી ટ્રેડ ફોરેકસ સર્વિસ વિષે જાણકારી આપી હતી.

EEPC INDIA ના સિનિયર ડેપ્યુટી ડાયરેકટર સુધાકરન નાયરે સેશનનું સંચાલન કર્યું હતું અને EEPC INDIA વિષે પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સની બેન્કિંગ કમિટીના ચેરમેન સીએ વિપુલ શાહે સેશનમાં પ્રાસંગિક વિધિ કરી હતી. અંતે ચેમ્બરના માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયાએ સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button