આજના વિજ્ઞાનયુગના છીએ માનવી, અચરજ કામો કરીશું,
નથી દીધી દાતાએ પાંખો, તોય ગગનમાં ઊડીશું.
આવા જ સ્વપ્નને સાકાર કરવા ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ (CBSE) સુરત ના ધોરણ 3 થી 11 ના વિદ્યાર્થીમિત્રો દ્વારા કુલ 27 જેટલા રોબોટિક્સ મોડેલ વિદ્યાર્થીગણ માટે તેમજ વાલીગણ માટે ખુલ્લા રાખ્યા હતાં. આ મોડેલ બનાવવા માટે શાળાના આચાર્ય તૃષાર પરમાર દ્વારા “વિદ્યાર્થીઓને વર્તમાનની દુનિયાને વર્ષ 2050ની દુનિયા સાથે સરખાવી ચાલુ જીવનમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ લોકો માટે થાય તેવું સ્વપ્ન પૂરું પાડ્યું હતું.” આથી શાળાના 70 થી વધુ વિદ્યાર્થીમિત્રોએ મળીને કુલ 27 મોડેલ્સ બનાવ્યા હતાં.
જેમાં, વૃધ્ધો માટે ઓટોમેટિક ડસ્ટ્બિન, લાઈ-ફાઈ, ઓટોમેટિક ડોર લોક સેન્સર ઉપરાંત વાહન વ્યવહાર માટે સ્માર્ટ પાર્કિંગ ફેસીલીટી, સ્માર્ટ સ્ટિક, હોમઓટોમેશન, શિક્ષકો માટે વાયરલેસ નોટિસબોર્ડ, પ્રીપેડ એનર્જીમીટર, 3D પ્રિન્ટર, FM રેડિયો, બ્લૂટૂથ કંટ્રોલ રેડિયો સિસ્ટમ જેવા ઉચ્ચ સ્તરીય રોબોટિક્સ મોડેલ બનાવ્યા હતાં.
આ સફળતાના શ્રેય સ્વરૂપે આચાર્ય દ્વારા દરેક બાળકને તેમના મોડેલ શાળાના પ્રાંગણમાં પ્રદર્શન રૂપે મૂકી પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાંત શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા દ્વારા આવા અકલ્પનીય રોબોટિક્સ મોડેલ માટે બાળકોને શાળામાંથી ઉપયોગી એવી તમામ જરૂરિયાત 24X7 પૂરી થઈ રહે તેવી વ્યવસ્થા કરી હતી અને શાળાના આ આગવા સ્વપ્નને રાષ્ટ્રીય ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવા શુભેચ્છા પાઠવી હતી.