સુરત, 5 મે, 2023 : ભારતની સૌથી મોટી લક્ઝરી વૉચ રિટેલર ઇથોસ લિમિટેડએ પોતાનું સૌપ્રથમ બુટિક સુરતમાં લૉન્ચ કર્યું. આ સાથે તે ગુજરાતનું સૌથી મોટું લક્ઝરી વૉચ બુટિક પણ બની ગયું છે. ભારતમાં નવા શહેરોમાં બુટિકનો પ્રારંભ તેમજ કંપનીની વિસ્તરણ કરવાની યોજનાનો આ એક ભાગ છે. સુરતમાં સોલારિસ ધ એડ્રેસ પિપલોદ, ડુમસ રોડ ખાતે પોતાનો પ્રથમ બુટિકનો પ્રારંભ કર્યો છે. આ મલ્ટી બ્રાન્ડ સ્ટોર અંદાજિત 3650 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે, જ્યાં ગ્રાહકો વિશ્વની સૌથી લોકપ્રિય લક્ઝરી વૉચ બ્રાન્ડ્સમાંથી લક્ઝરી ટાઇમપીસ શોધી શકશે.
બુટિક લૉન્ચ પર ઇથોસ લિમિટેડના સીઓઓ મનોજ અયકડ સુબ્રમણ્યને કહ્યું કે, અમે સુરતમાં અમારા નવા સ્ટોરના ભવ્ય ઉદઘાટનની કરતાં રોમાંચિત છીએ. અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ વૉચ બ્રાન્ડ્સ અને ખરીદીનો અનુભવ લાવવાની અમારી સફરમાં આ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. અમે સુરતના વાઇબ્રન્ટ અને વિકસતા રિટેલ વાતાવરણનો એક ભાગ બનવા માટે ઉત્સાહિત છીએ.
ઇથોસ લિમિટેડે છેલ્લાં કેટલાક મહિનામાં સિલિગુરી, ઇન્દોર, ભોપાલ અને ભુવનેશ્વર સહિતના નવા શહેરોમાં પ્રવેશ કર્યો છે. રિટેલ વિસ્તરણ સાથે ઇથોસ તેના બ્રાન્ડ પોર્ટફોલિયોને વિશ્વ વિખ્યાત લક્ઝરી બ્રાન્ડ્સ સાથે પણ વિસ્તરણ કરી રહી છે જેમાં જેકબ તેમજ કો-બેલ અને રોસનો સમાવેશ થાય છે.
ઇથોસ લિમિટેડ હાલમાં ભારતમાં 22 શહેરોમાં 55થી વધુ સ્ટોર્સ ધરાવે છે, જેમાં ઓમેગા, બ્રિટલિંગ, રાડો, લોંગાઇન્સ સહિતની પ્રીમિયમ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.