સુરત

જિલ્લા કલેકટર તંત્ર દ્વારા રૂ.૧૦૬ કરોડની કિમતની જમીન પરના દબાણો હટાવાયા

પરવટ ગામમાં ૩૬ હજાર ચો.મી. જમીન પરના દબાણો દુર કરાયા

સુરતઃ  સુરત શહેરના ઉધના તાલુકાના પરવટ વિસ્તારમાં યુ.એલ.સી. કાયદા હેઠળ ફાજલ કરવામાં આવેલી ૩૬૮૨૭ ચોરસ મીટરથી વધુ જમીન પર ગેરકાયદેસર દબાણો  જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીની સુચના તથા સીટી પ્રાંત અધિકારી(દક્ષિણ)ના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા દબાણો દુર કરવામાં આવ્યા હતા.

ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં મહાનગરપાલિકાના દબાણ વિભાગની મદદ લઇ મામલતદાર ઉધના દ્વારા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ માળનાં બાંધકામ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ ઉભું કરનારાઓને સુપ્રિમ કોર્ટમાંથી રાહત ન મળતા ઉધના મામલતદારની ટીમ દ્વારા દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી હતી. આજરોજ તંત્ર દ્વારા મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઉધનાના પરવટ ખાતે સર્વે નં. ૧૧ બ્લોક નં. ૧૪, ટીપી ૧૯, એફપી નં.૧૦૮ પર આવેલી ૩૬૮૨૭ ચોરસ મીટર જમીન પર અનાધિકૃત રીતે કરવામા આવેલ દબાણો દુર કરવામાં આવ્યા હતા.

આ સંદર્ભે મામલતદાર દ્વારા યુએલસી કાયદા હેઠળ ફાજલ સરકારી જમીન પર કરવામાં આવેલ દબાણ દુર કરવા માટેની નોટિસ દબાણકર્તાઓને આપવામાં આવી હતી. જો કે, મિલ્કતદારો દ્વારા સુપ્રિમ કોર્ટ સુધી કાયદાકીય લડત આપવામાં આવી હતી અને સુપ્રિમ કોર્ટમાંથી પણ ગેરકાયદેસર દબાણકર્તાઓને રાહત મળી ન હતી. આ જગ્યાની કિમત અંદાજે રૂ.૧૦૬ કરોડથી વધુ કિમત થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button